નર્સિંગમાં ગ્રેજયુએટ હોવા છતાં પણ આ યુવાનને ભુજમાં કરવી પડે છે મજુરી

ભણ્યા પછી પણ યોગ્ય નોકરી ન મળે તો જીવન નિર્વાહ માટે મહેનત કરીને કમાઈ ઊભી કરતા યુવાનનો કિસ્સો ભુજમાં જોવા મળ્યો છે. મધ્ય પ્રદેશનો 32…

ભણ્યા પછી પણ યોગ્ય નોકરી ન મળે તો જીવન નિર્વાહ માટે મહેનત કરીને કમાઈ ઊભી કરતા યુવાનનો કિસ્સો ભુજમાં જોવા મળ્યો છે. મધ્ય પ્રદેશનો 32 વર્ષીય ઈશ્વરસિંઘ ચૌહાણ મંદસૌર જિલ્લાના રૂપરા ગામનો વતની છે જેણે 2004માં વિજ્ઞાન પ્રવાહમાં નર્સિંગમાં સ્નાતક કર્યું છે. જે તે સમયે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે નર્સ તરીકે માત્ર મહિલા જ કામ કરી શકે તેવા પરિપત્ર બહાર પાડતા નોકરી મળવી મુશ્કેલ બની હતી. તો રોજી રોટી માટે બે વર્ષ અગાઉ અન્ય શ્રમિકો સાથે કચ્છ આવ્યો. ભુજમાં પણ તેણે જે વિષય પર સ્નાતક કર્યું તે પેરા મેડિકલ સ્ટાફ તરીકે કામ ન મળતા આખરે મજૂરી કરીને પેટિયું રળવા નક્કી કરતા દોઢ વર્ષથી ભુજમાં કડિયા કામ કરે છે.

પેરા મેડિકલ સ્ટાફ તરીકે કામ ન મળતા આખરે મજૂરી કામ કરે છે

ગ્રેજયુએટ થયા બાદ પણ માથા પર તગારૂ ઉપાડવામાં શરમ નથી આવતી તેમ પૂછતા તેના જ શબ્દોમાં કહીએ તો ‘કોઈ કામ નાનું નથી અને શરમ કરવાથી પેટ નહિ ભરાય, માટે જે કામ ઈમાનદારીથી થઇ શકે તે કરું છું’ એમ ગર્વથી વાત કહી હતી. પત્ની અને એક પુત્ર તેના વતનમાં છે. નાની જમીન પર મા-બાપ અને પરિવાર ખેતી વાડી કરે છે.

કોરોના મહામારીમાં દેશભરમાં લોક ડાઉન લાગુ કરાયું, મોટી સંખ્યામાં લોકોની રોજગારી પર અસર પડી. ત્યારે ઈશ્વરસિંઘ તેની આવડત મુજબ કામ કરતા રહ્યા. જે બતાવે છે કે, જેને કામ કરવું જ છે અને સાચા માર્ગે કમાવવું છે તેને કામ મળી રહે છે. નીતિથી કામ કરતા પરપ્રાંતિયને સ્થાનિકો પણ કામ આપે છે, અને સંતોષ પૂર્વક કામ કરી વળતર મેળવે છે. બચત કરેલી રકમ પત્ની અને પુત્રને ભણાવવા મોકલે છે. રોજગારી નથી તેવી રાડારાડ કરતા યુવાઓ માટે પ્રેરણસ્ત્રોત સમાન કિસ્સો છે. સુબી ક્રીએશન ટ્રસ્ટ વતી સુરેશ બિજલાણીએ જણાવ્યું હતું કે, તેની સંસ્થા યોગ્ય લોકો માટે મદદ કરે છે અને તેમને લાયકાત મુજબ સ્થાયી થવાની તક આપે છે.

લોક ડાઉનમાં વતન જવા કરતા અહિયાં રેહવાનું પસંદ કર્યું

લોક ડાઉન દરમિયાન આખા દેશમાં શ્રમિકો તેના વતન તરફ જઈ રહ્યા હતા, લાખોની સંખ્યામાં સ્થળાંતર કરતા હતા ત્યારે આ શ્રમિક ભુજમાં જ રહ્યો હતો. અન્ય મધ્ય પ્રદેશના શ્રમિકો માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરાઇ ત્યારે સાથે રહેતા લોકોએ કહ્યું સાથે ચાલવા ત્યારે આ યુવાને કર્મભૂમિ ન છોડવાનું નક્કી કરી જે મળશે તેમાં ચલાવી લઈશું તેવું કહી ભુજમાં રહ્યો. નર્સિંગ કર્યા બાદ આ કામ કરવું નાનપ ન અનુભવવા છતાં એટલી તો ઈચ્છા છે કે હું જે ભણ્યો છું તે મળે તો વધુ આનંદ થાય તેવી આશા રાખું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *