હવે રેશન કાર્ડ નહિ હોય તો પણ અનાજ મળશે- કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને આપી મોટી ભેટ

રાશન કાર્ડ(Ration card) ધારકોને મોદી સરકારે(Modi government) મોટી રાહત આપી છે. હવે રાશન કાર્ડ વગર પણ મફત અનાજનો લાભ કેન્દ્ર સરકાર(Central Government)ના આ નિર્ણયથી તમે લઇ શકો છો. લાભાર્થીઓને ઘણા રાજ્યોમાં મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. દિલ્હી(Delhi) સહિત દેશના ઘણા રાજ્યોમાં ‘વન નેશન વન રાશન કાર્ડ(One Nation One Ration Card)’ લાગૂ કરવાનું કામ ચાલી રહ્યું છે.

આખા દેશમાં કેન્દ્રની મોદી સરકાર ‘વન નેશન વન રાશન કાર્ડ યોજના’ પર ઝડપથી કામ શરુ કરી દીધું છે. આ કારણે મોટાભાગના રાજ્યોમાં નવા રાશન કાર્ડ ઉપરાંત જૂના રાશન કાર્ડમાં નામ ઉમેરવા, દૂર કરવાનું કામ પણ શરુ કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારના નિયમો પર ધ્યાન આપીએ તો તેના માટે રાશન કાર્ડને આધાર અથવા બેંક અકાઉન્ટ સાથે લિંક કરવું ફરજીયાત છે. દિલ્હી-એનસીઆર પછી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડમાં સસ્પેન્ડ કરાયેલા કાર્ડને પણ આધાર અથવા બેંક અકાઉન્ટ સાથે લિંક કરવાનું કામ ચાલુ કર્યું છે.

અત્યારે દિલ્હી સરકાર તરફથી ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજના અંતર્ગત અનાજનું વિતરણ તમામ ઈ-પીઓએલના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. હવે લાભાર્થીઓ રાશન કાર્ડ વગર પણ ફ્રી રાશન મેળવી શકો છો. કેજરીવાલ સરકારે રાશનની કાળા બજારીને રોકવા માટે ઈ-પીઓએસ સિસ્ટમ લાગૂ કરવામાં આવી છે.

તમે દેશના ઘણા રાજ્યોની પુરવઠા કચેરીઓમાં અથવા રેશનકાર્ડ સાથે આધારને લિંક કરી શકો છો. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત, કેન્દ્ર સરકારની સૂચનાઓ પર, હવે રેશનકાર્ડમાં ઉલ્લેખિત તમામ પરિવારના સભ્યોનો આધાર નંબર ફરજિયાત કર્યો છે. 31 ઓગસ્ટ 2021 બાદ, જો તમારું રેશનકાર્ડ આધાર સાથે જોડાયેલું ન હોય તો તે બ્લોક પણ થઈ જશે.

આ અંગે તમે ટોલ ફ્રી નંબર 18003456194 અથવા 1967 નંબર પર કોલ કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. આ નંબર પર તમને તમારા રેશન કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી મળી જશે. હાલ, તમેં આ સુવિધા માત્ર 31 ઓગસ્ટ સુધી જ મેળવી શકો છો. જો તમે રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે અથવા બેંક ખાતા સાથે લિંક કરો છો, તો 1 સપ્ટેમ્બરથી તમે રાશન મેળવવાનું બંધ ન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *