ઘોર મંદી વચ્ચે પણ ભાજપનું ચૂંટણીફંડ બમણું થયું, કોંગ્રેસની આવક પણ 4.5 ગણી વધી

દેશની ભયંકર આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ છેલ્લા 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની આવકમાં બેગણી વૃદ્ધિ નોંધાઈ છે. ભાજપ દ્વારા ચૂંટણી પંચને સોંપવામાં આવેલી રિપોર્ટમાં 2018-19ના…

દેશની ભયંકર આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ છેલ્લા 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની આવકમાં બેગણી વૃદ્ધિ નોંધાઈ છે. ભાજપ દ્વારા ચૂંટણી પંચને સોંપવામાં આવેલી રિપોર્ટમાં 2018-19ના ઓડિટ રિપોર્ટમાં જણાવ્યું છે કે, વર્ષ 2018-19માં ભાજપની કુલ આવક 2410 કરોડ રુપિયા છે. જે 2017-18ની 1,027 કરોડ રુપિયા કરતા 134 ટકા વધારે છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો, તેની આવકમાં પણ 361 ટકાનો વધારો નોંધાયો છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને સોંપવામાં આવેલ ઓડિટ રિપોર્ટમાં 2018-19માં 918 કરોડ રુપિયાની આવક થઈ છે, જે એક વર્ષ પહેલા 199 કરોડ રુપિયા હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કોંગ્રેસને ઈલેક્ટોરલ બૉન્ડ્સથી 383 કરોડ રુપિયા મળ્યા હતા. જે 2017-18માં મળેલા માત્ર 5 કરોડ રુપિયા કરતા ઘણા વધારે છે. કોંગ્રેસે 2019-20માં 470 કરોડ રુપિયા ખર્ચ કર્યો હોવાની જાણકારી આપી છે.

કેન્દ્રમાં સત્તા ધરાવતી પાર્ટી ભાજપે પણ પોતાના ખર્ચાઓનો હિસાબ આપ્યો. પાર્ટીએ વર્ષ 2017-18 માં કુલ 758 કરોડ ખર્ચ કાર્ય હતા. તેમાંથી 567 કરોડ ચૂંટણીપ્રચારમાં ખર્ચાયા. જયારે 2018-19 માં આ ખર્ચો 32% વધીને 1,005 કરોડ રૂપિયા થયો. જેમાંથી 792.4 કરોડ ચૂંટણીપ્રચારમાં ખર્ચ્યા.

ભાજપે ચૂંટણી પંચમાં જણાવ્યું કે, 2410 કરોડ રુપિયામાંથી 1450 કરોડ રુપિયા ચૂંટણી બોન્ડ્સ મારફતે મળ્યા હતા. 2017-18માં ભાજપને ઈલેક્ટોરલ બોન્ડસથી 210 કરોડ રુપિયાની આવક થઈ હોવાનું દર્શાવ્યુ હતું. જ્યારે ભાજને 2018-19માં 792.4 કરોડ રુપિયા ચૂંટણી અને પ્રચારમાં ખર્ચ કર્યા છે. 2017-18માં પાર્ટીએ 567 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *