પ્રધાનમંત્રી મોદીને મુસ્લિમ નેતાએ કહ્યું: અમે અમારી ગરદન કપાવી લઈશું પણ…

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પાછલા દિવસોમાં દિલ્હીમાં હિંસાનો માહોલ જોવા મળ્યો હતો. હવે ભાજપે આરોપ લગાવ્યો છે કે નાગરિકતા સંશોધન કાયદા હેઠળ ચાલી રહેલા વિરોધ…

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પાછલા દિવસોમાં દિલ્હીમાં હિંસાનો માહોલ જોવા મળ્યો હતો. હવે ભાજપે આરોપ લગાવ્યો છે કે નાગરિકતા સંશોધન કાયદા હેઠળ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં દિલ્હીના પૂર્વ ધારાસભ્ય સોએબ ઈકબાલ ના પુત્ર મોહમ્મદ ઇકબાલ દ્વારા પ્રધાનમંત્રી ને ધમકી અપાઇ છે. ભાજપા નેતા સંદીપ પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “મોહમ્મદ ઇકબાલ, જે શોએબ ઈકબાલનો દીકરો છે અને કાઉન્સિલર પણ છે, તેણે CAA વિરોધી પ્રદર્શનમાં પોતાને એક ભાષણમાં કહ્યું કે “એ નરેન્દ્ર મોદી, તુ જેનો પણ મોટો ભાઈ હોય, તું સાંભળી લે, આ જામા મસ્જિદના ચોક થી અમે તને કહીએ છીએ કે અમે ગરદન કપાવી લેશું પરંતુ શરિયત માં ઘુષણખોરી શહન નહિ કરીયે.”

ભાજપા નેતા સંગીત પાત્ર નારાજગી જાહેર કરતા કહ્યું કે, “આ કયા પ્રકારની ભાષા છે, શું હવે દેશ શરિયત મુજબ ચાલશે? ” જણાવી દઈએ કે શોએબ ઈકબાલ દિલ્હીની આ મટીયા મહેલ વિધાનસભા સીટ થી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. હમણાં જ તેઓ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીના સદસ્ય બન્યા.

ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું કે, “દિલ્હીમાં શોએબ ઈકબાલ, જે કોંગ્રેસના મોટા નેતા છે, તેમના દીકરા મોહમ્મદ ઇકબાલ કાલે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી આપ જોઈન કર્યું. આ શોએબ ઈકબાલ એ જ છે, જેણે કોંગ્રેસમાં રહેતા કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ માટે રહેવાની જગ્યા ફક્ત જેલ છે! તેમણે કહ્યું કે શોએબ ઇકબાલને ઘણા બધા મામલામાં દોષિ જાહેર કરવામાં આવી ચૂક્યો છે.”

પાત્રાએ કહ્યું કે “આખા દેશમાંથી સીએએ ને લઈને હિંસાનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. તો કહી શકાય કે આ તૃષ્ટિકરણની 20-20 મેચ છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ટીએમસી અને અસદુદ્દીન ઓવેસીની પાર્ટી મળીને મુસલમાનોને ભડકાવી, હિંસા અને અરાજકતાનો માહોલ ઊભો કરવા માંગે છે.”

સંબિત પાત્રાએ કહ્યું કે આજે ખુલાસો થઈ ગયો છે કે દેશમાં અરાજકતાનો માહોલ હોય કે હિંદુ મુસલમાનના ભાગલા પાડવામાં આવતા હોય કે પછી ગરદન કાપવાની ધમકી આપવામાં આવે, આ બધું યોગ્ય છે. કેજરીવાલ તેમને પોતાની પાર્ટીમાં સામેલ કરી લેશે અને વોટબેંકની રાજનીતિ કરશે જેથી મુસ્લિમ વોટ મળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *