16 માર્ચ એટલે કે, બે દિવસ અગાઉ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ (CR પાટીલ) નો જન્મદિવસ હતો. પાર્ટીના કાર્યકર્તા અને અનેક દિગ્ગજ નેતાઓએ CR પાટીલના જન્મદિવસને યાદગાર બનાવવા અનેક પ્રવુત્તિઓ કરી હતી. ત્યારે ત્રણ મહિલાએ પોતાના હાથમાં CR પાટીલને જન્મદિનની શુભેચ્છા આપતી મહેંદીની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ત્યારે નિવૃત્તિ IPS પોલીસ અધિકારી રમેશ સંવાણીએ આ મહિલાઓ વિષે જણાવતા કહ્યું હતું કે…
આ મહિલાઓ પોતાના સંતાનોને કઈ પ્રેરણા આપશે?
ગુજરાતમાં ચાપલૂસી કરવાની ઘેલછા વધતી જાય છે. સ્વપ્રસિદ્ધિ તથા રાજકીય સ્વાર્થવશ મહિલાઓ પણ ચાપલૂસી કરવામાં આગળ નીકળી ગઈ છે. કોઈ યુવતી પોતાની ખુલ્લી પીઠ પર વડાપ્રધાનનો ચહેરો ચિતરાવે છે! સત્તાપક્ષના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલનો 16 માર્ચ 2023ના રોજ 69મો જન્મ દિવસ હતો. આ જન્મ દિવસની ઊજવણી કેટલીક મહિલાઓએ પોતાના હાથ પર પાટીલનો ચહેરો ચિતરાવ્યો હતો!
પાટીલની આટલી લોકપ્રિયતા હોવા છતાં વિધાનસભાની ચૂંટણીમાં સત્તાપક્ષને 182 બેઠકોમાંથી માત્ર 156 બેઠકો જ મળી ! વાસ્તવમાં ગુજરાતની મહિલાઓની ઘેલછા જોઈએ તો 182 બેઠકોમાંથી 182 બેઠકો મળવી જોઈતી હતી ! શંકા જાય છે કે નેહરુએ જ EVM સાથે છેડછાડ કરી હશે; નહીં તો 182 બેઠકો સત્તાપક્ષને મળી હોત!
સૌથી મોટો સવાલ એ છે કે, આ મહિલાઓ પોતાના સંતાનોને પાટીલ જેવા બનવા પ્રેરણા આપશે? પાટીલ બેંક ડૂબાડવા સબબ જેલમાં ગયેલ; તેવું પરાક્રમ કરવા પોતાના સંતાનોને કહેશે. -રમેશ સંવાણી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.