ગરીબોની કસ્તૂરી કહેવાતી ડુંગંળીના ભાવ પહેલાથી સાતમે આસમાને છે. ત્યાર સુરતમાં એક અજીબોગરીબ બનાવ સામે આવ્યો છે. સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં 5 ગુણ ડુંગળીની ચોરીનો બનાવ સામે આવ્યો છે. ગુણમાં 250 કિલો ની ડુંગળી હતી. જે હવે નથી રહી. જોકે ચોરીને અંજામ કોણે આપ્યો તેની કોઈ માહિતી હજુ સામે આવી નથી. માત્ર અજાણ્યા લોકોએ આ ચોરીને અંજામ આપ્યો છે તેવી માહિતી મળી આવી છે.
અડાજણના પાલનપુર પાટિયા નજીક આવેલ શાકભાજી માર્કેટ માં ડુંગળી ચોરીની આ ઘટના બની છે. અડાજણ વીર સાવરકર સોસાયટીમાં રહેતા સંજયભાઈ ઇંગ્લે પાલનપુર પાટિયા શાકભાજી માર્કેટ માં ડુંગળી અને બટાકા નું સ્ટોલ ધરાવે છે.જ્યાં રાત્રી દરમ્યાન આવેલા અજાણ્યા ઈસમોએ પાંચ ઘુણ ડુંગળી ની ચોરી કરી ફરાર થઈ હતા.
ડુંગળીના ભાવ દિવસેને ને દિવસે વધી રહ્યાં છે, જાણો અહીં
ગુજરાત સહિત આખા દેશભરમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ દિવસેને દિવસે ખુબ વધી રહ્યા છે. સ્થાનિક માર્કેટમાં ડુંગળીના છુટક ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાને પાર પહોંચી જતા લોકોની થાળીમાંથી ડુંગળી ગાયબ થઇ રહી છે. છેલ્લા 3 દિવસોમાં જ ડુંગળીની કિંમતમાં 20 થી 30 રૂપિયા જેટલો વધારો થતાં સામાન્ય જનતાનું બજેટ ખોરવાઇ ગયું છે. અને લોકોએ ડુંગળી ના ખાવાનું વચન લીધું છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર, 15 ડિસેમ્બર પહેલા ડુંગળીના ભાવમાં ઘટાડો થાય તેવી કોઇ શક્યતા છે નહિ. ઓક્ટોબર મહિનામાં ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદને કારણે નવેમ્બર-ડિસેમ્બરમાં ઉતરનારો ડુંગળીનો પાક સંપૂર્ણપણે બરબાદ થઇ ગયો. જેના કારણે ડુંગળીની કિંમતોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે.
હાલ પરીસ્થિતિ એવી છે કે 4-5 રાજ્યો જ દેશના મોટાભાગના વિસ્તારોમાં ડુંગળી પૂરી પાડી રહ્યા છે જેના કારણે ડુંગળીની માંગ પૂર્ણ થઇ શકતી નથી. બીજી તરફ ભારત સરકારે પણ ડુંગળીની વધતા ભાવોને કાબૂમાં લેવા આયાતથી લઇને લોકોને સસ્સા ભાવે ડુંગળી પૂરી પાડવા સહિતના અનેકવિધ પગલાઓ લેવાની શરૂઆત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.