ગાંધીધામ(ગુજરાત): હાલમાં રાજ્યમાં પોલીસ દ્વારા સતત વોચ રાખીને હુક્કાબાર તેમજ ગોરખધંધાને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. આજકાલ દેહવિક્રયના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. આ દરમિયાન, આજે ગાંધીધામમાંથી ફરીવાર એક એવા જ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ગાંધીધામ શહેરના ઓમ સિનેમા ઉપરના ભાગે આવેલ મસાઝ પાર્લરમાં મહિલા સંચાલક યુવતીઓ પાસે દેહવિક્રયનો વેપાર કરી તેમને મકાન ભાડે આપી રીતસરનું શોષણ કરતી હોવાનો પશ્ચિમ બંગાળની યુવતીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા ચકચાર મચી જવા પામી છે.
સ્પાની આડમાં ચાલતા દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ થતા પોલીસ દ્વારા યુવતીની ફરિયાદ પરથી મસાઝ પાર્લરના સંચાલક દંપતિ અને મેનેજર વિરૂદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીધામ એ ડિવિજન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, છ મહિના પહેલાથી તા.19/07થી આ ધંધો શરુ હતો.
શહેરના ઓમ સિનેમા ટોકિઝના ઉપરના ભાગે આવેલ સ્પામાં સંચાલીકા ભવિષ્યાબેન અમીત છતલાણીએ યુવતીનું શોષણ કરવાના ઈરાદે તેને મકાન ભાડે આપ્યું હતું. જાણવા મળ્યું છે કે, ભવિષ્યાનો પતિ અમીત છતલાણી અને મેનેજર સંજય મહેતા ત્રણેય સાથે મળી પોતાનો ઈરાદો પાર પાડવા યુવતીને મસાજ પાર્લરમાં મસાઝ કરવાના કામે રાખી હતી.
સ્પા મસાઝ પાર્લરની આડમાં ત્રણેય આરોપી દ્વારા યુવતી પાસે દેહવિક્રયનો વેપાર કરાવવામાં આવ્યો હતો અને શારીરિક તથા જાતિય શોષણ પણ કરવામાં આવ્યું હતું. જેથી પશ્ચિમ બંગાળની યુવતીએ સમગ્ર આપવીતી પોલીસને જણાવતાં પોલીસ દ્વારા સ્પા સંચાલક દંપતિ તથા મેનેજર વિરૂદ્ધ અનૈતિક વેપાર અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.