અડવાણી કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોઇને નથી રડ્યા- આઈટી સેલના જુઠ્ઠાણાનો થયો પર્દાફાશ

૧૯૯૦માં કાશ્મીરમાં થયેલા હિન્દુઓના નરસંહારને વિવેક અગ્નિહોત્રીએ લોકોના હૃદય ધ્રૂજાવી દે તેવી રીતે The Kashmir Files માં દર્શાવ્યો છે. આ ફિલ્મ માત્ર તત્વો ઉપર માત્ર…

૧૯૯૦માં કાશ્મીરમાં થયેલા હિન્દુઓના નરસંહારને વિવેક અગ્નિહોત્રીએ લોકોના હૃદય ધ્રૂજાવી દે તેવી રીતે The Kashmir Files માં દર્શાવ્યો છે. આ ફિલ્મ માત્ર તત્વો ઉપર માત્ર પ્રકાશ જ નથી પડતી પણ કેટલાક પ્રશ્નો પણ ઊભા કરે છે.

ફિલ્મમાં કાશ્મીર હિન્દુઓના દર્દને ઊંડાણપૂર્વક અને ખૂબ જ કઠોર રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં એવા ઘણા દ્રશ્યો છે જે, તમારા રુવાડા ઉભા કરી દેશે ફિલ્મમાં નાખવામાં આવેલી સંવેદનાઓ મને હચમચાવી નાખે એવી છે, ભાગ્યે જ કોઈ વ્યક્તિ છે કે જે ફિલ્મ જોઈને રડી ના પડે.

તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી છે. આ વીડિયોને લઈને એવો દાવો કરવામાં આવ્યો છે કે લાલ કૃષ્ણ અડવાણી કાશ્મીર ફાઈલ પિકચર જોઈને રડી પડ્યા.

તમને જણાવી દઈએ કે લાલ કૃષ્ણ અડવાણી કાશ્મીર ઉપર બનેલી ફિલ્મના સ્ક્રિનિંગમાં જરૂરથી હતા પરંતુ, આ ફિલ્મ કાશ્મીર ફાઈલ નહિ પણ ૨૦૨૦ માં આવેલી વિધુ વિનોદ ચોપડા દિગ્દર્શિત ફિલ્મ “શિકારા” છે. લાલકૃષ્ણ અડવાણીની બાજુમાં વિનોદ ચોપડા દેખાઈ રહ્યા છે એ જ, વિધુ વિનોદ ચોપડા છે. જેમણે શિકાર ફિલ્મ બનાવી હતી પણ આ ફિલ્મ ફ્લોપ રહી હતી. લોકોના કહેવા પ્રમાણે શિકારા મુવી કાશ્મીરી પંડિતોને દુર્દશા દેખાડવાને બદલે એક લવ સ્ટોરી ઉપર કેન્દ્રિત હતું.

જોકે કાશ્મીર ફાઈલ મુવી જોવા વાળા ખૂબ મુશ્કેલી થી પોતાના આંસુ રોકી શક્યા હતા. ફિલ્મ જોઈને ઘણાંબધાં લોકો ડિસ્ટર્બ પણ થઈ ગયા છે, ફરી એકવાર કાશ્મીરી પંડિતોને ભગાડી દેવાની ઘટના ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ ફિલ્મના વખાણ પ્રધાનમંત્રી દ્વારા પણ કરવમાં આવ્યા છે, તો સાથે સાથે ફિલ્મ જોવાવાળા લોકોની સંખ્યા માં અને થીયેટરોમાં ફિલ્મના શો ટાઇમમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.તો એક તરફ ગુજરાત રાજ્યમાં ફિલ્મને સંપૂર્ણ ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *