એક બાજુ જયારે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ નકલી ઇન્જેક્શન અને સેનેટાઇઝરના કૌભાંડ બહાર આવી રહ્યા છે. આ દરમિયાન ઓલપાડ તાલુકાના બોલાવ જી.આઈ.ડી.સી વિસ્તારમાંથી નકલી સેનેટાઇઝર બનાવતી ફેકટરી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. ઓલપાડ તાલુકામાં માસમા ગામ પાસેથી નકલી રેમડેસિવિર બનાવવાના કૌભાંડ બાદ હવે બોલાવ ગામે આવેલ જી.આઈ.ડી.સીમાંથી ડુપ્લીકેટ સેનેટાઇઝર બનાવવાનું કૌભાંડ કીમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું.
કીમ પોલીસે બાતમીના આધારે મોડી સાંજે બોલાવની એક ફેક્ટરી પર રેડ કરી હતી. જ્યાં પહોંચીને જોતા કીમ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસ દ્વારા સ્થળ પરથી કે.એલ.05.એ.ટી. 8115 નંબરની એક ટ્રક સાથે મોટા પ્રમાણમાં નકલી સેનેટાઇઝર બનાવવાનું કૌભાંડ કીમ પોલીસે ઝડપી પાડ્યું છે.
પોલીસને જોતા કારીગરો અને સંચલકોમાં ભાગદોડ મચી હતી. આ દરમિયાન તકનો લાભ લઇ ફેક્ટરીમાંથી કારીગરો તેમજ સંચાલકો સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ થયા હતા. જોકે, કીમ પોલીસ દ્વારા એફ.એસ.એલ તેમજ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવી હતી અને સદર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બોલાવની આ ફેકટરીમાં મોટી સંખ્યામાં સેનેટાઇઝરની નાની-મોટી બોટલ મળી આવી હતી. આ દરમિયાન એક જ નામના સ્ટીકરને બદલે સંચાલકો કારીગરો પાસે જુદા જુદા ભળતા નામના જ સ્ટીકર બનાવી નાની મોટી સેનેટાઇઝરની બોટલ પર ચિપકાવી દેતા હોવાનું જાણવા મળતું હતું.
ઓલપાડ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોનામાં ઉપયોગી સામગ્રી નકલી બનાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં ગામ નજીકથી ડુપ્લીકેટ સેનેટાઇઝર બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. અને તેમાં સંડોવાયેલા અનેક લોકોની અટકાયત કરી જેલના હવાલે કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.