ગુજરાત પોલીસે નકલી નોટો છાપતી એક ગેંગનો પર્દાફાશ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ અને આ ટોળકીના મુખ્ય સુત્રધાર સહિત પાંચ વ્યક્તિની ધરપકડ કરી છે. આ ટોળકીએ અત્યાર સુધીમાં 26 હજાર રૂપિયાની નકલી નોટો છાપવામાં આવી છે. તેમની પાસેથી 70 લાખ રૂપિયાની નોટો મળી આવી છે. તેઓ પ્રસાદના બોક્સમાં નકલી નોટો પહોંચાડતા હતા, જેથી કોઈને શંકા ન થાય.
સુરત ક્રાઈમ બ્રાન્ચ ડીએસપી રાહુલ પટેલે જણાવ્યું હતું કે, સાધુની ઓળખ રાધારમણ સ્વામી તરીકે થઈ છે. રાધારમણ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના અંબાવ-સુખીમાં મુવાડીમાં આશ્રમના સ્વામી છે. આ મંદિર સ્વામી નારાયણ સંપ્રદાયના વડતાલ મંદિર હેઠળ છે. 4 વર્ષથી મંદિર નિર્માણાધીન છે. છેલ્લા બે મહિનાથી અહીં સુરતના લોકોની અવર-જવર વધી ગઈ હતી, પરંતુ ધાર્મિક સ્થળ હોવાને કારણે કોઈએ ના પાડી નહીં.
ગેંગનો મુખ્ય સુત્રધાર પ્રવીણ છપેરા છે. બનાવટી ચલણના કેસમાં પહેલા પણ તે 10 વાર પકડાયો છે. ગુજરાતમાં તેની સામે 10 કેસ નોંધાયેલા છે. રાજસ્થાન-મહારાષ્ટ્ર પોલીસે પણ તેને પકડ્યો છે. તેનો પુત્ર કાળુ પણ આ ધંધામાં છે.
કોની પાસેથી કેટલી નોટ મળી:
પ્રતીક ચોવડીયા પાસેથી 203 નંગ નોટ મળી આવી છે. પ્રવિણ ચોપડા પાસેથી 960 નંગ નોટ મળી છે. કાળુ પ્રવીણ ચોપડા પાસેથી 750 નંગ નોટ મળી છે. મોહન વાઘોડિયા પાસેથી 600 નંગ નોટ મળી છે. રાધારમણ સ્વામી પાસેથી 2500 નંગ નોટ મળી છે.
નવરાત્રિમાં નોટ છાપવાનું ચાલુ કર્યું હતું. અને અત્યાર સુધીમાં માંડ પાંચ નોટ બજારમાં ગઈ છે.
ચલણી નોટ સાથે ઝડપાયેલા માસ્ટરમાઈન્ડ પ્રવીણ ચોપડા અને રાધારમણ સ્વામી સહિતના વ્યક્તિઓ સાથે પૂછપરછ કરતી વખતે જાણવા મળ્યું કે, નવરાત્રી દરમિયાન ડુબલીકેટ નોટ છાપવાનું શરૂ કર્યું હોવાનું બહાર આવ્યું છે. અને તેઓનો અંદાજ એવો હતો કે એક કરોડ ની નોટ બજારમાં ફરતી થઇ જશે તો તેઓને 50 લાખ નો નફો થશે અને તે સરખે હિસ્સે વહોંચવાના હતા. પરંતુ અત્યાર સુધીમાં માંડ પાંચ નોટ બજારમાં ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.