કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલા ના એક ટ્વીટ નો સ્ક્રીનશોટ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સ્ક્રીન શોટ માં દેખાય છે તે પ્રમાણે – ” 20 લાખ કરોડ સાંભળીને જે લોકો ફુલ્યા નથી સમાતા… તેમને જણાવી દઉં કે રાહુલ ગાંધીની કુલ સંપત્તિ નું આ 1% પણ નથી. ” 24 મે 2020 ના રોજ ‘હિન્દુ અનુરાગ ઠાકુર’ નામના યૂઝરે આ ફોટો ફેસબુક ગ્રુપ ‘પીએમઓ ઇન્ડિયા’ માં શેર કર્યો હતો. ઠાકુરે તસવીરને શેર કર્યા ની સાથે લખ્યું હતું કે,” સુરજેવાલાજી ગાંધી પરિવાર ની અસલિયત સામે લાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ ??”
આ ફોટો ફેસબુક અને ટ્વિટર માં ખૂબ વાયરલ થયો. તો ચાલો જાણીએ આ ફોટા ની હકીકત.
ફેક્ટ ચેક
વાયરલ ઈમેજમાં ની નીચે 13 મે 2020 ની તારીખ અને બપોરના 2 વાગ્યા ને 45 મિનિટ નો સમય જોવા મળે છે. આધારે અમે રણદીપ સુરજેવાલા એકાઉન્ટ ચેક કર્યું સુરજેવાલાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર અમને આવું કોઈ ટ્વિટ મળ્યું નહીં.
આ ઉપરાંત અમે વાયરલ ફોટામાં પણ અનેક ભૂલો શોધી કાઢી છે. જે સાબિત કરે છે કે આ ફોટો ફેક છે.
1) પ્રોફાઈલ પિક્ચરમાં અસમાનતા
વાયરલ ફોટામાં દેખાય રહેલ સુરજેવાલા ની પ્રોફાઈલ પિક્ચર અને તેમનો ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પ્રોફાઈલ પિક્ચર એકબીજાથી અલગ અલગ છે.
2) ટ્વિટના લેઆઉટમાં ગડબડી
તેમના ઓફિશ્યિલ ટ્વિટના ફોટામાં લખાણ પ્રોફાઈલ પિક્ચર ની પછીની સીધી રેખામાં જોવા મળે છે, જ્યારે વાયરલ ઈમેજમાં લખાણ ફોટા ની બહાર જઈ રહ્યું છે.
અંતમાં અમે જાણ્યું કે રણદીપ સુરજેવાલા ના નામે શેર કરવામાં આવતો ટ્વીટનો સ્ક્રીનશોટ ફેક છે. હકીકતમાં સુરજેવાલા એ આવું કોઈ ટ્વિટ કર્યું નથી. અગાઉ પણ ગૃહમંત્રી અમિત શાહના નામે એક બનાવટી ટવિટ વાયરલ થઇ ચૂક્યું છે. જેમાં અમિત શાહને હાડકાનું કેન્સર હોવાની વાત કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news