એસટી કર્મચારીઓને દિવાળીએ મળી મોટી ગીફ્ટ- 7 હજાર કર્મચારીઓને મળ્યો અધધ 30 ટકા પગાર વધારો

Published on Trishul News at 4:49 PM, Tue, 7 November 2023

Last modified on November 7th, 2023 at 4:50 PM

salary increase in ST employees: ગુજરાત સરકારે આજે મહત્ત્વનો નિર્ણય લીધો છે.તાજેતરમાં સરકાર રાજ્યમાં ફિક્સ-પેના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરી રહ્યું છે.એ સમયે એસટી વિભાગના ફિક્સ-પેના કર્મચારીઓનો સમાવેશ તેમાં કરવામાં નોતો આવ્યો. હવે આમાં સરકારે એસટી વિભાગના ફિક્સ-પેના કર્મચારીઓને(salary increase in ST employees) સમાવેશ કરી લેવામાં આવ્યો છે. અને તેમના પગારમાં પણ 30 ટકા વધારો કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી રહ્યા છે.સરકારના આ નિર્ણયથી એસટી વિભાગના ફિક્સ-પેના 7 હજાર જેટલા કર્મચારીઓને લાભ મળશે.

આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, વાર-તહેવાર ભૂલીને રાજ્યના 25 લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર ગણવામાં આવ્યા છે. તાજેતરમાં જ એસ.ટી યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ પણ લાવવામાં આવ્યા હતા.

આજે એસ.ટી વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે બેઠક પણ યોજાઇ હતી. જેમાં સૌ યુનિયનના હોદ્દેદારો તેમજ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત એસ.ટી વિભાગના અધિકારીઓ જોડાયા હતા.આ નિર્ણયને આવકારીને એસ.ટી વિભાગના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા વાહન વ્યવહાર મંત્રીનું અભિવાદન કરી તેમનું સન્માન કરવામાં આવ્યુ હતું.

Be the first to comment on "એસટી કર્મચારીઓને દિવાળીએ મળી મોટી ગીફ્ટ- 7 હજાર કર્મચારીઓને મળ્યો અધધ 30 ટકા પગાર વધારો"

Leave a comment

Your email address will not be published.


*