આજકાલ વધતા અકસ્માતના કિસ્સાઓ દરમિયાન ફરીવાર એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાવળા-સરખેજ હાઈ-વે ઉપર આવેલા મટોડા ગામનાં પાટીયા પાસે વહેલી સવારે કાર પલટી જતાં 3 લોકોને નાની મોટી ઈજા થવા પામી હતી. આ અંગે જાણવા મળ્યું છે કે, દ્વારકા તાલુકા ગોરાણા ગામનાં ભરતભાઈ મુળુભાઈ, ભરતભાઈ હકીમભાઈ અને રાહુલભાઈ કેશુલભાઈ ગાડી લઈને અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે જઈ રહ્યા હતા.
વહેલી સવારે છ વાગ્યાની આસપાસ ગાડીનાં ચાલકે કોઈ કારણસર સ્ટીરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો જેથી ગાડી હાઈ-વેનાં વચ્ચેનાં ડિવાઇડરની વચ્ચેની જગ્યામાં પલટી મારી ગઈ હતી. જેથી ગાડીમાં સવાર ત્રણેય વ્યકિતઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી.
ત્યારબાદ હાઇ-વે ઉપરથી પસાર થતાં વાહન ચાલકોએ ઉભા રહીને ત્રણેયને ગાડીમાંથી બહાર કાઢીને 108ની ઈમરજન્સી સેવાને ફોન કરતાં બાવળાની 108નાં ઇ.એમ.ટી. રવિ લાલકિયા અને પાયલોટ સહદેવસિહ તરત જ ઘટનાસ્થળે પહોચ્યા હતા અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે બાવળા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં પણ સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.