સુરત(Surat): શહેરમાં રખડતા ઢોરો(Stray cattle) બાદ હવે શ્વાન (dogs)નો આતંક બેફામ રીતે વધતી જણાઈ રહ્યો છે. અવાર-નવાર શ્વાન (Dogs)ના આંતકના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે સુરત (Surat)માં ફરી શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે.
સુરત શહેરમાં થોડા દિવસ પહેલા જ ખજોદમાં ત્રણ શ્વાન દ્વારા માસૂમ બાળકી પર કરાયેલા હુમલામાં બાળકીનું કરુણ મોત થયું હતું. ત્યારે 6 મહિના પહેલા શ્વાનની લાળના કારણે સંપર્કમાં આવેલા સાડા પાંચ વર્ષની માસૂમ બાળકીને હડકવાના લક્ષણો દેખાયા બાદ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
રાંદેર પાલનપુર જકાતનાકા સંત જ્ઞાનેશ્વર સોસાયટીમાં રહેતી બાળકીને છ મહિના પહેલા પિતા જૈનીશ ફોટોગ્રાફર તેમની પુત્રી ખુશી ચાલતા જતા હતા. તે વખતે એકાએક શ્વાન દોડી આવતા બાળકી ગભરાઈને નીચે પડી ગઈ હતી. જોકે શ્વાને માસૂમ ખુશીને બચકા ભર્યા ન હતા. પરંતુ તેની લાળ લાગતા સંપર્કમાં આવ્યા હોવાનું કહેવાય છે. જે તે સમયે ખુશીને માસૂમ તેના પિતા દવાખાને લઈ ગયા હતા.
પરંતુ શ્વાનને બચકું ભર્યું ન હોવાથી ડોકટરો ધનુરનું ઈન્જેકશન આપ્યું હોવાનુ પરિવારજનોએ જણાવ્યું હતું. છેલ્લા ત્રણેક દિવસથી બાળકીના હડકવાના ચિન્હો દેખાવા લાગતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સુરત સ્મીમેર હોસ્પિટલમાં બાળકી ખુશીનું દરમ્યાન મોત સારવાર નીપજ્યું હતું. ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે. સુરતમાં હડકાયેલા શ્વાનો સતત ફરતા રહે છે. ઘણી વખત ખસીકરણ થઈ ગયા બાદ જે તે વિસ્તારમાં શ્વાનોને ફરીથી છોડી દેવામાં આવે છે. હડકાયેલા શ્વાન કોઈના પણ જો સામે જોખમ ઊભું કરી શકે છે.
અત્રે ઉલેખનીય છે કે, વડોદરામાં પણ ઘોડીયામાં સૂતેલી બાળકીને બચકાં ભરતા લોહીલુહાણ કરી નાખી હતી. વડોદરાના સમતા વિસ્તારમાં રખડતા કૂતરાએ બાળકી પર એવો હુમલો કર્યો કે કંપારી છૂટી જાય. બાળકીનું માથું ફાડી નાખ્યા બાદ શ્વાન લાહી ચાટવા લાગ્યું અને માતાએ ભારે જહેમતે દીકરીને બચાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.