કાર અકસ્માતમાં કોળી સેનાના ભાવનગર જિલ્લા યુવા પ્રમુખનું કરુણ મોત “ઓમ શાંતિ”

ગુજરાત(GUJARAT): હાલમાં એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગર(Bhavnagar) જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી(timbi) ગામ નજીક આજે સવારના સુમારે કાર અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં કોળી સેના(Koli Sena)ના ભાવનગર જિલ્લા યુવા પ્રમુખનું મોત થતા કોળી સમાજના આગેવાનો ટીંબી દોડી ગયા હતા.

કાળમુખા અકસ્માતમાં કોળી સેનાના ભાવનગર જિલ્લા યુવા પ્રમુખનું મોત થતા કોળી સમાજમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. મોટી સંખ્યામાં લોકો સ્મશાનયાત્રામાં ઉમટી પડ્યા હતા. લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. અક્સ્માત બાદ ત્યાં હાજર લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસને માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પોચી ગઈ હતી. અને વધુ તપાસ હાથધરી છે.

મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લા કોળી સેનાના યુવા પ્રમુખ રાકેશભાઈ બારૈયા(રહે.બાબુબેનની વાડી, કુંભારવાડા, ભાવનગર) આજરોજ ઉમરાળા તાલુકાના ટીંબી ગામ પાસે કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઇડમાં આવેલ તળાવમાં ખાબકી હતી.

અકસ્માતની આ ઘટનામાં રાકેશભાઈ બારૈયાને ગંભીર ઇજા થતાં તેમને નજીકની હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ થતા કોળી સમાજના જિલ્લા પ્રમુખ આણંદભાઈ ડાભી, કાળુભાઈ જાંબુચા સહિતના આગેવાનો તેમજ ટીંબી, ઉપરાંત જિલ્લાઓમાંથી કોળી સમાજના આગેવાનો ઉમરાળા ખાતે કોળી સમાજના આગેવાનો ટીંબી દોડી ગયા હતા.

સમગ્ર ઘટના અંગે જાણ થતાં ઉમરાળા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક હલ કરીને આગળની તપાસ હાથધરી હતી. કોળી સેનાના યુવા પ્રમુખનું અકસ્માતમાં મૃત્યુ થતા કોળી સમાજમાં ભારે શોકનો માહોલ છવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *