કુટુંબી ભત્રીજાએ બે સંતાનની માતા સાથે આચર્યું દુષ્કર્મ- કપડા સુકવતી હતી અને પાછળથી આવ્યો અને…

બોડેલી(ગુજરાત): આજકાલ વધી રહેલા દુષ્કર્મ અને છેડતીના કીસ્સા દરમિયાન ફરીવાર એક દુષ્કર્મનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં સાગદ્રા ગામે રહેતી બે સંતાન ધરાવતી પરિણીત મહિલા પર કુટુંબી ભત્રીજાએ નજર બગાડીને મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતાં બોડેલી પોલીસ દ્વારા 376ની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સાગદ્રા ગામે ઘરકામ કરતી પરિણીત મહિલા મોડી સાંજે જ્યારે પોતાના મકાન પર કપડાં સૂકવતી હતી. ત્યારે નજીકમાં રહેતો કાકા સસરાના છોકરાનો છોકરો વિજય ત્યાં આવી ચડ્યો અને મહિલાને બાથમાં ભરી લીધી હતી. આ દરમિયાન મહિલાએ બૂમાબૂમ કરી હતી. યુવક મહિલાનું મોઢું દબાવી દઈ ઘર પાસે આવેલી અડારીમાં બળજબરીપૂર્વક ખેંચી લઈ ગયો હતો અને ધમકી આપીને મરજી વિરુદ્ધનું કામ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન, મહિલાની દેરાણી આવી જતાં યુવક વિજય ત્યાંથી ભાગી છૂટયો હતો.

આ અંગે દેરાણીએ પીડિત મહિલાના પતિ અને તેના પતિ બંનેને બોલાવી જાણ કરી હતી. જાણવા મળ્યું છે કે, અગાઉ પણ ચારેક વખત વિજયે આવું કૃત્ય કર્યું હતું, પણ કુટુંબી યુવક અને સમાજમાં ઈજ્જતને લીધે સમાધાન કર્યું હતું. ત્રણેક દિવસ અગાઉ બનેલા બનાવને લઇને આ વખતે સમાધાન ન થતાં છેવટે પીડિત મહિલા દ્વારા બોડેલી પોલીસ મથકે જઈને બળાત્કારની ફરિયાદ નોંધાવતાં આરોપી યુવકની અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *