Laxman Barot Passes Away: આજે સવારે ગુજરાતના ધર્મ જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.કેમ કે ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટે આજે સવારે 5 વાગ્યે દુનિયા છોડીને ચાલી ગયા છે. તેમનું નિધન આજે સવારે જામનગર ખાતે થયું છે.લોકગાયક અને ભજનીક લક્ષ્મણ બારોટ(Laxman Barot Passes Away) માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ ભારત સહિત વિદેશોમાં પોતાના ભજનો માટે ખુબ જાણીતા હતા. તેમનાં ગુરુ ભજનીક નારાયણ સ્વામી હતા.
કૃષ્ણપુરીમાં નિયમિત ડાયરા અને ભજન યોજાતા
ભજનીક અને લોકગાયક લક્ષ્મણ બારોટના અચાનક નિધનના કારણે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તેમનાં આશ્રમમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. લક્ષમણ બારોટે શ્રી શક્તિ ભજન પીઠાશ્રમ નામનું આશ્રમ આદિવાસી વિસ્તારમાં બનાવ્યું છે. આ આશ્રમની લક્ષ્મણ બારોટ ઘણી વખત મુલાકાત લેતા હતા. ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામમાં તેમનાં નિયમિત ડાયરા અને ભજનના કાર્યક્રમો યોજવામાં આવતા હતા.
તેઓ મુળ જામનગરના લક્ષ્મણ બારોટ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા, પરંતુ ભગવાને તેમને સૂરીલા અવાજની એક ભેટ આપી હતી. ભજનોમાં પોતાના અનોખા અંદાજથી દેશભરમાં તેઓ લોકપ્રિય બન્યા હતા. તેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા. ભજનીક લક્ષ્મણબારોટ અને તેમના પત્નીએ ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે ભક્તિની ધૂણી ધખાવી હતી. અહી તેઓએ પોતાનો આશ્રમ બનાવ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube