કોરોનાકાળમાં મોદી સરકાર દ્વારા નવા કૃષિ કાયદાની વિરુદ્ધ વિરોધપ્રદર્શન કરી રહેલ ખેડૂતોએ દિલ્હીની 3 બોર્ડરથી ટ્રેક્ટર રેલીની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે પણ જ્યારે તેમણે સમય પહેલાં રેલી કાઢીને પોલીસે તેમને અટકાવીને તેઓ ભડકી ગયા હતા.
ખેડૂતો દ્વારા પોલીસના બેરિકેડ પણ તોડી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા જે રૂટ આપવામાં આવ્યો હતો તેને પણ ખેડૂતો દ્વારા ફોલો કરવામાં આવ્યો નહીં. ખેડૂતોનો એક જથ્થો લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. જ્યારે એક જથ્થો ઈન્ડિયા ગેટ પર સતત આગળ વધી રહ્યો છે.
બીજી તરફ ITO નજીક પોલીસ દ્વારા ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આની સાથે જ ખેડૂતો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં કેટલાંક પોલીસકર્મી ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓ દ્વરા એક પોલીસને ઘેરીને તેમની સાથે ઝપાઝપી પણ કરવામાં આવી હતી.
નિહંગોએ તલવારો કાઢી હોવાનો પોલીસનો દાવો :
ખેડૂતો દ્વારા દિલ્હી તથા ટીકરી બોર્ડર પર જાતે જ બેરિકેડ્સ તોડી દેવામાં આવ્યા હતા. ગાઝીપુર બોર્ડરથી નીકળેલ ખેડૂતોને પોલીસ દ્વારા નોઈડા પોઈન્ટ પર અટકાવી દેવામાં આવ્યા હતા, ત્યાં તેમના પર ટીઅર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ખેડૂતોએ પાંડવનગર પોલીસ જથ્થા પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આની સાથે-સાથે પોલીસ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, નિહંગોએ તલવારથી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. હવે આગળ જોઈએ ધ્વજ ફરકાવ્યાનો વિડીયો…
#WATCH A protestor hoists a flag from the ramparts of the Red Fort in Delhi#FarmLaws #RepublicDay pic.twitter.com/Mn6oeGLrxJ
— ANI (@ANI) January 26, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle