રાજ્યમાં આ વર્ષે મેઘરાજાની સવારી ચાલું રહેતા રાજ્યના ખેડૂતોને તેનો માર વેઠવવાનો વારો આવ્યો છે. રાજ્યનાં મોટાભાગનાં ખેડૂતોનાં પાકને નુકસાન થયું છે. રાજ્યમાં માવઠાંના કારણે 6 લાખ હેકટરમાં પાકને નુકસાન થયું છે. ત્યારબાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક કેબિનેટ બેઠક યોજાઇ હતી અને પાકવીમાથી લઇને ખેડૂતોના અનેક પ્રશ્ને વાતચીત થઇ હતી.
પાકવીમાને લઈને કૃષિ મંત્રી આર.સી ફળદૂએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આરસી ફળદૂએ જણાવ્યું હતું કે, ખેડૂતોને 30 ટકાથી વધુનું નુકસાન થયું છે તેમને કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને સહાય કરશે. આ સહાય ખેડૂતોને 31મી ડિસેમ્બર સુધીમાં મળી જશે. અમારી સરકાર ખેડૂતો માટે પ્રતિબદ્ધ છે. CMએ મહેસૂલ અને કૃષિ વિભાગને સૂચના આપી દીધી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને 31 ડિસેમ્બર સુધીમાં વળતર ચૂકવવા સૂચના આપી દીધી છે. રાજ્ય સરકાર વીમા કંપનીઓને છાવરતી નથી, અમારી સરકારને ખબર છે કે, આ વર્ષે રાજ્યમાં વ્યાપક વરસાદ પડ્યો છે. જેના કારણે અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે. રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો લીધા છે. રાજ્યના 248 તાલુકાના ખેડૂતોને તેની સહાય આપવામાં આવશે. જેથી જાહેરાત પ્રમાણે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને મદદ કરશે. કેટલાક તાલુકામાં 33 ટકાથી ઓછું નુકસાન થયું છે તેમણે પણ સહાય ચૂકવવામાં આવશે. દ.ગુજરાતના 145 તાલુકામાં મગફળીની ખરીદી ચાલી રહી છે.
વધુમાં જણાવ્યું કે, આ વર્ષે વીતેલા 10થી 15 વર્ષમાં વધુ વરસાદ થયો છે જેના કારણે નુકસાન પણ વધુ થયું છે. જ્યારે ખેડુતો પર કુદરતી આફત આવી છે ત્યારે ખેડૂતની પડખે ઉભા રહેવા માટે પ્રમાણિકતાથી નિર્ણયો લીધા છે. રાજ્યમાં આ વર્ષે પહેલા ન થયો હોય તેવો વરસાદ આ વર્ષે થયો છે જેના કારણે ખેડૂતનાં ઉભા પાક નષ્ટ પામ્યાં છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારે સર્વે કરીને જે ખેડૂતોને 33 ટકાથી વધુ નુકસાન છે તેમને મદદ કરવામાં આવશે. રાજ્યનાં 251 પૈકી 248 તાલુકાનાં ખેડૂતોની પડખે ઉભા રહેવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જે અંગે હું મુખ્યમંત્રીનો આભાર માનું છું.
આજે થયેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, ખેડૂતોને ઓનલાઇન એપ્લિકેશન કરાવીને જેને આ લાભ મળવાનો છે તે બધા જ ખેડૂતોનાં ખાતામાં જલ્દીથી રુપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. આ બધી જ કામગીરી 31મી ડિસેમ્બર પહેલા આ બધા જ ખેડૂતોની કામગીરી પૂર્ણ કરીને તેમના ખાતામાં પૈસા જમા થઇ જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.