“ફરીવાર સુરત થયું શર્મસાર” બાપ-દાદાએ 15 વર્ષની બાળકીને બનાવી ગર્ભવતી

સુરત શહેરના કામરેજ તાલુકાના વેલંજા ગામમાં સાવકા પિતા અને દાદાએ દરેક હદો પાર કરી, 15 વર્ષની સગીર બાળકી પર વારંવાર બળાત્કારનો શિકાર બનાવી. અને વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવવાની ધટના સામે આવી છે. પિતા અને દાદાનાં સંબંધને લાંછન લગાવે તેવી ધટના સામે આવી છે.

સુરત શહેરના કામરેજ તાલુકાના વેલંજા ગામમાં રહેતી 15 વર્ષીય બાળકીના પિતાનું મોત થતા તેની માતાએ મૂળ મહેસાણાના સંજય મગન શોભાસણા સાથે બીજા લગ્ન કર્યા હતા. ત્યારબાદ બાળકીને લઇ ઘરે આવી ગઇ હતી. 3 વર્ષ અગાઉ સગીરાની માતાનું પણ મોત નીપજ્યું હતું, ત્યારે બાળકી માત્ર ધોરણ 9માં અભ્યાસ કરતી હતી, અને સાવકા પિતા સંજય મગન શોભાસણા અને સાવકા દાદા મગન શોભાસણા સાથે રહેતી હતી. અને તેનો અભ્યાસ કરતી હતી.

માતાના મોત બાદ બાળકી સાવકા બાપ અને દાદા સાથે એકલી રહેતી હતી. 3 વર્ષ પહેલા સગીરા ઘરે એકલી હતી, ત્યારે આ એકલતાનો ફાયદો ઉઠાવી દાદા મગને સગીરા પર નજર બગાડી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યા બાદ ઘણીવાર બળજબરી કરી તેણીને ગર્ભવતી બનાવી હતી, આ હકીકત સગીરાના સાવકા પિતાને ખબર પડતા ગર્ભપાત કરાવી ઘટના પર પડદો પાડયો હતો, બાદમાં સાવકા બાપે પણ સગીરા પર નજર બગાડી હતી.

તે પહેલા સાવકા દાદા અને પછી સાવકા પિતાએ પણ સગીરા પર નજર બગાડી તેણી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો. બળાત્કાર ગુજારવાની વાત સગીરા તેના રાજકોટ ખાતે રહેતા મામાને ત્યાં ગઈ ત્યારે આખી બાબતની ખબર પડી હતી.

જેથી આવું કૃત્ય કરનાર બળાત્કારી સાવકા પિતા સંજયભાઈ મગનભાઈ શોભાસણા અને સાવકા દાદા મગનભાઈ શોભાસણા વિરુદ્ધ રાજકોટ પોલીસમાં ફરિયાદ કરતા રાજકોટ પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ સુરત જિલ્લા મહિલા પોલીસને ટ્રાન્સફર કરતા સુરત ગ્રામ્ય મહિલા પોલીસે ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સગીરાના સાવકા દાદાની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *