અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના 503 સાંસદોએ આ અત્યંત મહત્વની જાણકારી છુપાવી છે

અમિત શાહ સહિતના 503 સાંસદોએ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ નિશ્ચિત સમય વીતી ગયા પછી પણ પોતાની સંપત્તિ અંગે નું વિવરણ નથી આપ્યું. સંપત્તિ નિયમ 2004…

અમિત શાહ સહિતના 503 સાંસદોએ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ નિશ્ચિત સમય વીતી ગયા પછી પણ પોતાની સંપત્તિ અંગે નું વિવરણ નથી આપ્યું. સંપત્તિ નિયમ 2004 મુજબ પ્રત્યેક સદસ્ય એ ચૂંટણી જીત્યાના 90 દિવસોની અંદર પોતાની સંપત્તિ નું વિવરણ આપવાનું હોય છે. આ કાયદાના નિયમ નમ્બર 3 માં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક ઉમેદવારે જે દિવસથી તે ચૂંટણી જીતે છે અથવા તો શપથ લે છે, ત્યારથી 90 દિવસોની અંદર પોતાની ચલ-અચલ સંપત્તિ, જેમાં તેના પતિ તેમજ તેના દીકરા સંયુક્ત રૂપથી માલિક અથવા તો લાભાર્થી હોય તેની જાણકારી આપવી જરૂરી છે.

વિવરણ ન આપનાર સાંસદોની યાદીમાં ગૃહમંત્રી અમીત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામેલ છે. સંપત્તિ નું વિવરણ જમા કરવા સાથે જોડાયેલી આ વાત ઉધમસિંહ નગર જિલ્લાના કાશીપુર ના એક આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલ આરટીઆઇ થી જાણવા મળી.

જવાબમાં એ પણ જાણવા મળ્યું કે 543 સાંસદોમાંથી ફક્ત 36 સાંસદોએ જ નિર્ધારિત સમયની અંદર પોતાની સંપત્તિનું પણ જમા કરાવી દીધું છે. તે 36 સાંસદોમાંથી 25 ભારતીય જનતા પાર્ટીના અને 8 ત્રિમૂળ કોંગ્રેસના છે.

આ ઉપરાંત એક બીજુ જનતા દળ, એક એઆઈડીએમકે અને એક શિવસેનાના સાંસદ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ, સ્મૃતિ ઇરાની, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ વગેરે સામેલ છે. નવાઈની વાત તો એ છે કે કોંગ્રેસનું એક પણ સાંસદ આ યાદીમાં સામેલ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *