જો વાત કરવામાં આવે તો આ સમાજમાં ઘણીવાર એવા એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે, જેનો આપણે ક્યારેય વિચાર પણ ના કર્યો હોય. ત્યારે આવી જ એક ઘટના રાજકોટ (Rajkot) માં સામે આવી છે. જેણે ફરી એકવાર સંબંધોને લાંચન લગાવ્યું છે. આ ઘટનાએ તો સસરા અને વહુના સંબંધોની પરિભાષા જ બદલી નાંખી છે. જ્યાં ખુદ સસરા એટલે કે, ઘરના મોભી જ ઘરની પુત્રવધુ એટલે કે, પોતાના પુત્રની વહુ પર પોતાની નજર બગાડીને બેઠાં હતાં.
સસરા પુત્રવધુને કહેતાં, ‘તને મારો દીકરો ભલે ના બોલાવે, હું તો તને બોલાવું જ છું ને…’ જ્યારે તેનો પતિ કહેતો કે, ‘તું તો મને ગમતી જ ન હતી, આ તો મારા પપ્પાને તૂ ગમે છે એટલે તને ઘરમાં રાખવામાં આવી છે અને તારી સાથે મેં લગ્ન કર્યાં છે.’ માવતરને ત્યાં નવ માસથી રહેતી પરિણીતાએ પોલીસ સમક્ષ પોતાની આપવીતી સંભળાવી હતી અને આ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટના (Rajkot) કોઠારીયા સોલવન્ટ નજીકની સોસાયટીમાં રહેતા માવતરને ત્યાં છેલ્લા નવ મહિનાથી રહેતી રોશનીની ઉંમર હાલ માત્ર 25 વર્ષની જ છે. થોડા સમય અગાઉ જ રોશનીના લગ્ન થયા હતા. વિનય સાથે લગ્ન પછી તેના જીવનમાં જાણે કે, ભૂકંપ આવી ગયો હોય તેવો કિસ્સો બનવા પામ્યો હતો. આ છોકરી જે ગાઉ હસતી રમતી હતી તેની જગ્યાએ સાવ બદલાઈ ગઈ હતી. રોશનીના સસરા દિનેશભાઈ અને સાસુનુ નામ રામબેન છે. જેઓ હાલ જૂનાગઢ રહે છે. તેમની વિરુદ્ધમાં માનસિક અને શારીરિક ત્રાસની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પોલીસ ફરિયાદમાં રોશનીએ જણાવતા કહ્યું છે કે, તેણે ગ્રેજ્યુએશન કર્યું છે. 2022માં તેના લગ્ન થયા હતા. લગ્ન પછી પતિ સાથે અવારનવાર ઝગડાઓ થતા હતા. પતિએ અન્ય મહિલા સાથેના સંબંધની જાણ કર્યા પછી કહ્યું કે, એ તો રહેશે જ અને તારે રહેવું હોઇ તો રહે, મારે તો તારી સાથે માત્ર લગ્ન જ કરવાના હતા, તું તો મને ગમતી જ નથી, આ તો મારા બાપના કહેવાથી તારી સાથે લગ્ન કર્યા છે, તારી પાસે ઘરનું કામ કરાવવા માટે જ મેં લગ્ન કર્યા છે, અમે તને કામવાળી સમજીને જ લાવ્યા છીએ. મારા બાપાને તારે સાચવવાના છે.
વધુમાં સાસુને આ વાત જણાવતા તેણે પણ એવું કહ્યું હતું કે, તારે જ ઘરનું બધુ કામ કરવું પડશે. સ્ત્રીઓને પુરૂષો સામે કાંઇ બોલાય નહીં. પતિ ફોટોશૂટની કામ કરતો હતો જેને કારણે રાત્રે ઘરે મોડેથી આવતો. જે બાબતે સસરા કહેતા કે, મારો દિકરો ભલે ના બોલાવે, હું તો તને બોલાવું છું ને. એને એનું કામ કરવા દેવાનું. એટલે તારે મારું ધ્યાન રાખવાનું અને હું તારું ધ્યાન રાખીશ. આ વાત સાંભળીને સસરાની નિયતમાં ખોટ હોય એવું લાગતા તેની સામે હું જતી જ નહીં. આમ છતા સસરા ત્રણેય ટાઇમ જમવાનું બનાવવાનું અને ટાઇમે ઉઠવાનું કહી માનસિક રીતે મને ત્રાસ આપતા હતા. અવારનવાર સસરાં કોઈકને કોઈક કામના બહાને મને અવાજ મારીને બોલાવતા હતા અને નકરું મારી સામે જોયા કરતા હતા.
વધુમાં વાત કરવામાં આવે તો, પતિ સરકારી નોકરીની તૈયારી કરતો હોવાથી સસરા કહેતા કે, વિનયને બે-ત્રણ મહિનામાં સરકારી નોકરી મળે તો ભલે નહીંતર તમે તમારૂ કરી ખાવ. આ રીતે પતિ સાથે ઝગડાઓ કરાવવામાં આવતા હતા. આઠેક મહિના પહેલા ઝગડો થતા સાસુએ પરીના બધા ઘરેણા લઇ લીધા હતા અને તેને પહેરેલ કપડે કાઢી મુકવામાં આવી હતી.
ત્યારબાદ સમાધાન માટે તેના પિતાએ બોલાવતા પતિ આવ્યો ન હતો. સસરાએ તેને કહ્યું કે, જે છું એ હું જ છું. મારા દિકરાની જવાબદારી હું નહીં લઉં, તમારી દિકરીને મારી સાથે મોકલવી હોય તો મોકલી દો. હું તમારી છોકરીને સંભાળી લઈશ. તેમ કહી મારી સાથે ઝગડો કર્યો હતો. હવે તેના સાસરિયાઓ સમાધાન કરવા માંગતા ન હોવાથી કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.