પાટણના સમી ખાતે લંપટ ડોકટર અને તેના પુત્રનો મહિલા દર્દીઓ સાથેનો બિભત્સ વીડિયો વાયરલ થવાની ઘટનામાં તપાસ ચાલી રહી છે ત્યારે લાંબા અરસા બાદ સિધ્ધપુર ખાતે પીયરમાં રહેતી પુત્રવધુએ તેના સસરાએ તેની પાસે પણ બિભત્સ માંગણી કર્યાનો ચોંકાવનારો આક્ષેપ કરતી ફરીયાદ આપતાં ગુરૂવારે બંને પિતા પુત્રને સિધ્ધપુર કોર્ટમાં હાજર કરાયા હતા.
પિતા સોમથી શુક્ર મહેસાણામાં અને શનિ-રવિવારે સમી આવતો
સમી ખાતે મહિલા દર્દીઓને ભોગ બનાવતા લંપટ તબીબ મહેન્દ્ર મોદી આયુર્વેદીક ડોકટરની ડીગ્રી ધરાવે છે જ્યારે તેનો પુત્ર કિશન મોદી આઈટીઆઈની ડિગ્રી ઘરાવે છે. મહેન્દ્ર મોદીએ પુત્રને તબીબી ટ્રીક શીખવાડી હતી અને સમીના દવાખાનામાં કિશન વગર ડિગ્રીએ દર્દીઓની સારવાર કરતો હતો. તેનો પિતા સોમથી શુક્ર મહેસાણામાં અને શનિ-રવિવારે સમી આવતો હતો. ત્યારે કિશનની પત્નીએ તેના સસરા અને પતિ કિશન સાસુ તેમજ દિયર દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ અને ધમકીઓ આપવામાં આવતી હોવાની કોર્ટમાં ફરિયાદ કરતાં તેઓના વિરૂધ્ધ સમન્સ જારી કરાયા હતા.જેમાં પિતા પુત્રને સિદ્ધપુર કોર્ટમાં હાજર કર્યા હતા
પત્ની પાસે આરોપીએ દુષ્કૃત્યની કબૂલાત કરી હતી
કિશનની પત્નીના જણાવ્યા પ્રમાણે ગત તા. 29-6-2019 ના રોજ તે સમીખાતે ઘરે હતી ત્યારે દવાખાને માથાકૂટ થયાની જાણ થઇ હતી. પછી તેણીના વોટ્સએપ પર એક મેસેજ આવ્યો જેમાં પતિ અને સસરાના વિડિઓ જોતા આઘાત લાગ્યો હતો. તેણી પોલીસ મથકમાં જઇને વિડિઓ બાબતે પૂછતાં કીશને થોડાક સમય પહેલા આવું કામ કર્યું હોવાનું કબુલ્યુ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.