તાપી(ગુજરાત): હાલમાં આત્મહત્યા(Suicide)ના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે પ્રેમીપંખીડાના આપઘાતના કિસ્સા પણ ઘણા વધી રહ્યા છે. આ દરમિયાન તાપી(tapi) જિલ્લાના ડોલવણ(Dolvan)ના ચુનાવાડી(Chunawadi) ગામમાં ચાર દિવસથી ભાંગેલા પરિણીત પ્રેમી પંખીડાઓ ઝેરી દવા પીય ગામમાં પરત ફરતા બન્નેને 108ની મદદથી સારવાર માટે વાંસદા કોટેજ હોસ્પિટલ(Vansada Cottage Hospital)માં લઇ જવામાં આવ્યા હતાં. આ અંગે 108ની EMT સેજલ પટેલે જણાવ્યું હતું કે, બન્ને જણાએ ખેતરમાં છાંટવાની દવા પીધી હોવાની વાત કરતા તાત્કાલિક IC નાખી ઓક્સિજન(Oxygen) સાથે હોસ્પિટલ લઈ આવ્યાં હતાં. હાલમાં બન્નેની હાલત ગંભીર હોવાનું કહી શકાય છે. બન્ને પારિવારિક જીવન જીવતા હોવાનું અને બન્નેને બાળકો હોવાનું પણ જણાવ્યું હતું.
સેજલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોલ લગભગ સવારે 10:30 વાગ્યે આવ્યો હતો. તાપી-ડોલવણના ચૂંનાવાડી ગામના ભામરીયું ફળિયામાં એક મહિલા અને પુરુષે દવા પીધી હોવાની માહિતી મળ્યા બાદ તેમની ટીમ તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી. ઘટનાસ્થળે ગયા બાદ સંજયભાઇ રામજ દિવા(ઉ.વ. 40) અને મહિલાને તાત્કાલિક પ્રાથમિક સારવાર સાથે IC નાખી ઓક્સિજન પર વાંસદા કોટેજ લઈ જવામાં આવ્યા હતા. આ બન્ને જણાએ જણાવ્યું કે, તેઓ એકબીજાના પ્રેમમાં છે અને રવિવારે ઘર છોડી ભાગી ગયા હતા.
આ બનાવ અંગે ગામના એક સ્થાનિક યુવકએ જણાવ્યું હતું કે, બન્ને પરિણીત છે. સંજયને ચાર સંતાન પત્ની અને પરિવાર છે જ્યારે મહિલાને પણ ત્રણ સંતાન પતિ અને પરિવાર છે. આ બન્ને એક જ ફળિયાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેઓ ખેત મજૂરી કામ સાથે સંકળાયેલા છે. રવિવારના રોજ બન્ને ભાગી ગયા હતા. બન્નેની શોધખોળ ચાલી રહી હતી. આજે સવારે બન્ને ઝેરી દવા પીધેલી હાલતમાં ઘરે આવતા બન્નેને સારવાર માટે વાંસદા લઈ જવામાં આવ્યા હતા.
વધુમાં રિતેશએ જણાવ્યું હતું કે, મહિલા અમારું ઘર છોડીને 7 મા ઘરે જ રહે છે. ખબર જ નથી કે, પપ્પાને ફળિયાની ત્રણ સંતાનોની માતા સાથે લફરૂં છે. રવિવારે મહિલાના પતિએ પકડી પાડ્યા બાદ ખબર પડી અને ત્યારબાદ બન્ને ભાગી ગયા હતા. એટલું જ નહિ પરંતુ, અમને બન્નેને ઘરવાળા મારશે એ ડરથી બન્ને દવા પી આજે ઘરે આવ્યાં હતાં. હાલ બન્નેની હાલત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.