ગુજરાત: વડોદરા શહેર (Vadodara City) ના વાઘોડિયા રોડ (Waghodia Road) પર આવેલ સનરાઇઝ કોમ્પલેક્ષમાં ચાલી રહેલ કુટણખાના પર ગુરૂવારની મોડી સાંજે (Late evening) PCBની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી કે, જેમાં 3 ગ્રાહક તથા 7 મહિલાઓ પૈકીની સગીર બાળા મળી આવી હતી કે, જેથી પોલીસે કિશોરીની પૂછપરછ કરતા તેની ઉમર ફક્ત 12 વર્ષની હોવાનું સામે આવ્યું હતું.
જયારે સૌથી ચોંકાવનાર બાબત તો એ છે કે, પિતાએ જ 12 વર્ષની દીકરીને દેહવ્યાપારના ધંધામાં ધકેલી હોવાનું સામે આવ્યું છે તથા વોટ્સએપ મેસેજ કરીને પિતા કમાણીના રૂપિયા દીકરી પાસે માંગતો હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે. પોલીસ દ્વારા આ મામલાની ગંભીરતાને જોતા કિશોરીના પિતા વિરુદ્ધ ગુનો નોંધીને તેની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.
7 મહિલા પૈકી એક 12 વર્ષની કિશોરી હતી:
વડોદરા શહેરમાં આવેલ વાઘોડિયા રોડ પરના સનરાઇઝ કોમ્પલેક્ષમાં મોટાપાયે ચાલી રહેલા કુટણખાના પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 7 મહિલા તેમજ 3 ગ્રાહકોની અટકાયત કરી લેવામાં આવી હતી. જો કે, 7 મહિલા પૈકીની એક 12 વર્ષની કિશોરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ કે, જેથી પોલીસ દ્વારા કિશોરી દેહવ્યાપારના ધંધામાં કંઇ રીતે આવી તે દિશામાં આગળ તપાસ હાથ ધરાઈ હતી.
પિતાએ જ દીકરીને દેહવ્યાપારના ધંધમાં ધકેલી:
PI જે.જે પટેલ જણાવે છે કે, અમારી ટીમે ગુરૂવારની સાંજે સનરાઇઝ કોમ્પલેક્ષમાં ચાલી રહેલ કુટણખાના પર રેડ પાડવામાં આવી હતી કે, જેમાં 7 મહિલાઓ પૈકીની એક સગીર બાળા પણ આ દેહવ્યાપારના ધંધામાં ધકેલાઇ હોવાનુ જાણવા મળ્યું હતુ.
સગીર બાળાને તેના પિતાએ જ દેહવ્યાપારના ધંધમાં ધકેલી હોવાનું જાણવા મળ્યું હતું. પહેલા તેના પિતાએ 1 મહિના જેટલો સમય ભરૂચ રોકાવીને દેહવ્યાપારના ધંધમાં ધકેલી હતી. બાદમાં થોડા દિવસો પહેલા પાયલ સોનીના સંપર્કમાં આવતા 2થી 3 દિવસ અગાઉ જ તેને સોંપી દેહવ્યાપાર માટે તેને વડોદરા મોકલી આપી હતી.
વોટ્સએપ ચેટમાં ઘટસ્ફોટ થયો:
વધુમાં તેઓ જણાવે છે કે, તપાસ વખતે વોટ્સએપ ચેટ દ્વારા ખાતરી કરવામાં આવી હતી કે, જેમાં સગીર બાળાને વોટ્સએપ ચેટ મેસેજ કરીને ધંધાની કમાણીના પૈસા તેનો પિતા માંગતો હોવાના મેસેજ જોવા મળ્યાં હતા. સગીરા બાળાનો પિતા મૂળ મહુવાનો રહેવાસી છે.
પહેલા તે અમદાવાદમાં મજૂરી કામ કરતો હતો. જયારે હાલમાં સુરત ખાતે કામ કરતો હોવાનુ જાણવા મળતા તેની વિરૂદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી લેવામાં આવી છે અને સગીર બાળા દ્વારા થતી કમાણીની બધી રકમ તેનો પિતા મેળવીને વાપરી નાખતો હોવાનુ પણ સામે આવ્યું છે.
ગ્રાહકોને ઓનલાઇન આકર્ષવામાં આવતા:
કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન કરાતું હતું. આ યુવતીઓ ક્યાંથી લાવવામાં આવી છે, ક્યારથી કુટણખાનું ચાલતું હતું, કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા. આ તમામ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.