દુષ્કર્મની ઘટનાથી ગુજરાત થયું શર્મસાર: ભરૂચમાં 55 વર્ષના આધેડે સગીરાને બનાવી પોતાની હવસનો શિકાર

ગુજરાત: છેલ્લા થોડા દિવસથી હૈયું હચમચાવી નાખતી દુષ્કર્મની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. રાજ્ય (State) માં આવેલ ભરૂચ (Bharuch) હોય, સુરત (Surat) હોય કે…

ગુજરાત: છેલ્લા થોડા દિવસથી હૈયું હચમચાવી નાખતી દુષ્કર્મની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. રાજ્ય (State) માં આવેલ ભરૂચ (Bharuch) હોય, સુરત (Surat) હોય કે પછી વલસાડ (Valsad). રાજ્યના કેટ-કેટલાય શહેરોમાંથી નાની બાળકીઓ સાથે આચરવામાં આવતી હેવાનિયતનાં સમાચાર સામે આવતા હોય છે.

પાષાણ હૃદયના માનવીને પણ પીગળાવી દે એવી ઘટનાઓથી માનવતા તો શર્મસાર થઈ જ છે  પણ આપણી અંદરની આત્મા જ મરી પરવારી હોય તેવી ઘટનાથી માનસિક વિકાર કઈ હદે પહોચ્યો છે તેની પ્રતીતિ પણ કરાવે છે. ભરૂચમાં ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે આચરાયેલા અદમ કક્ષાના કૃત્ય આચરનાર શખ્સ ,પોતાના પરિવારમાં દાદા બનવાની ઉમરે આવી હલકી માનસિકતા ધરાવતો જોવા મળ્યો છે.

અહીં મહત્વની વાત તો એ છે કે, રાજ્યમાં દુષ્કર્મ, અપહરણ, હત્યા જેવી ગુનાઓમાં વધારો નોંધાયો છે, એમાં પણ સગીર વયની બાળાઓ સાથે ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં બનેલ આ ઘટનાએ સૌ કોઈને રૂવાડા ઉભા કરી દીધા છે. ભરૂચમાં 11 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે.

ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 55 વર્ષીય આધેડે સગીરાની સાથે દુષ્કર્મ આચર્યું છે. નબીપુર પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં આરોપીની મેડિકલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને લઈ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

બાળકીનું અપહરણ કરીને યુવકે આચર્યું દુષ્કર્મ:
અન્ય એક ઘટનામાં સુરતના સચિન વિસ્તારમાં 4 વર્ષીય બાળકીનું અપહરણ કર્યા પછી યુવકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું તેમજ બાદમાં બાળકીને ઝાડીમાં ફેંકીને ભાગી ગયો હતો, પરિવારજનોએ બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે બાળકીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

જેમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 ટીમો બનાવીને બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આખરે 5 કલાક પછી બાળકી ઝાડીમાં ફેંકી દીધેલ હાલતમાં મળી આવી હતી. બાદમાં પોલીસ દ્વારા મેડિકલ તપાસ માટે બાળકીને મોકલી આપી હતી કે, જેમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

વલસાડની ઘટના:
વલસાડમાં કળિયુગના સાવકા પિતાએ પોતાની દીકરીને દુષ્કર્મનો શિકાર બનાવી છે. આટલું જ નહીં પણ પિતા 10 માસથી દીકરીને દુષ્કર્મ ગુજારતા હોવાનું સામે આવ્યું હતું. ઘણીવાર દુષ્કર્મ કરતા પિતા સાવકી દીકરીને ધમકી પણ આપતા જો કે સગીરાએ હિંમત કરીને ચાઈલ્ડ વેલ્ફેરમાં ફોન કરીને સમગ્ર મામલે જાણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *