કાશ્મીરમાં કલમ 370 તેમજ 35A નાબૂદ થયા બાદ પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો છે. બધા પાકિસ્તાની રાજનેતાઓ ભાન ભૂલી ગયા છે. તમામ પાકિસ્તાની રાજનેતાઓ માં ભયનો માહોલ છવાઈ ગયો હોય તેવું હાલ લાગી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકારના ફૈસલા બાદ પાકિસ્તાન માં ફફડાટ વ્યાપી ગયો છે. પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને બુધવારના રોજ રાષ્ટ્રીય સુરક્ષા કાઉન્સીલની બેઠક બોલાવી.
આ બેઠકમાં પાકિસ્તાનના ત્રણેય સેનાઓના પ્રમુખ પણ હાજર રહ્યા હતા.જણાવી દઈએ કે મંગળવારે પાકિસ્તાને સંયુક્ત સત્રને સંબોધિત કરતા ઇમરાન ખાને ભારતને યુદ્ધની ધમકી આપી હતી.