કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ઘણા લોકોને આવા કપરા સમયમાં પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જેને કારણે લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહેતી હોય છે.
હાલમાં પણ આવી જ એક આત્મહત્યાની ઘટના ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. મોટાભાગનાં લોકો આત્મહત્યા વ્યાજખોરોના આતંકને કારણે કરતાં હોય છે. હાલમાં સામે આવેલ આત્મહત્યાની આ ઘટનામાં પણ વ્યાજખોરોના આતંકથી કંટાળીને યુવાને આત્મહત્યા કરી લીધી છે.
યુવાને નદીમાં કૂદકો મારીને આત્મહત્યા કરી લીધેલ છે. આત્મહત્યા કરનાર યુવાન પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવેલ છે. જેમાં એને જણાવ્યું છે કે. ,મમ્મી-પપ્પા હું જઈ રહ્યો છું. મારી પર લોકોનું ખૂબ દબાણ રહેલું છે. મને લોકો ખૂબ હેરાન કરી રહ્યા છે. લોકો મને જીવવા પણ નથી દેતા. આજે સવારે જ મનહરભાઈનો ભત્રીજો જે ખૂબ માથાભારે માણસ છે એ મને ઓફિસ પર મારી નાખવાની ધમકી આપીને ચાલ્યો ગયો છે.
મેં મનહરભાઈના તમામ રૂપિયા ચૂકવી દીધેલા છે. માત્ર 3,50,000રૂપિયા બાકી રહ્યા છે. એઈ માટે મારી પર જોર જુલમ તેમજ મારી નાખવાની ધમકી આપીને ગયો છે. બસ હવે મારાથી સહન નથી થતું. આ સ્યુસાઇડ નોટમાં એણે આત્મહત્યા કરવા પાછળ જવાબદાર કેટલાક લોકોના નામ પણ જણાવ્યા છે. જેમાં સંજયભાઈ, મનહરભાઈ જેવા કેટલાક લોકોનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને મેં પૈસા ચૂકવી દીધા છે તો પણ મને હેરાન કરી રહ્યા છે. એવું એણે સુસાઇડ નોટમાં જણાવ્યું છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle