દુનિયામાં કોઈ પણ સબંધ એવો નથી કે તેમાં ઝઘડો ના હોય. દરેક સબંધમાં ઝઘડો તો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ઝઘડો થવાના પણ આવા ફાયદા છે ?
દુનિયાનું કોઈ એવું લગ્નન જોડું નહિ હોય,કે જેમની વચ્ચે મતભેદ ન હોય કે તેમની વચ્ચે નાનીનાની વાતે ઝગડા ન થતાં હોય. છતાંય આ સંબંધની બ્યુટી એ કે અનેક મતભેદો હોવા છતાં આ સંબંધમાં બે માણસો એકબીજા સાથે પ્રેમથી જીવે છે. રિસર્ચ અને આપણી આસપાસ પડેલા ઢગલેબંધ ઉદાહરણો તો એમ કહે છે કે પતિ-પત્ની વચ્ચે સમયાંતરે થતી નોકજોક અને તેમના નાનાં-મોટા મતભેદો જ તેમને એકબીજાની વધુ નજીક લાવે છે અને તેમનો પ્રેમ વધારે છે.
બીજી તરફ તાજેતરમાં એક એવું પણ તારણ સામે આવ્યું છે કે નાનીનાની વાતોએ ઝગડા કરનારા પતિ-પત્નીઓની ઉંમરમાં પણ વધારો થતો હોય છે. જોકે એક વાત અહીં સ્પષ્ટ કરવી રહી કે અહીં ઝગડા એટલે એકબીજા પર આચરવામાં આવતી હિંસા કે ડોમેસ્ટિક વાયોલન્સ નહીં. પરંતુ એકબીજાના ગમા-અણગમાને લીધે પતિ-પત્ની વચ્ચે થતી સામાન્ય નોકજોક.
આ માટે અમેરિકામાં દોઢસોથી વધુ કપલ્સ પર સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાંના મોટાભાગના કપલ્સ વચ્ચે સામાન્ય વાતોને લઈને નોકજોક ચાલતી રહેતી હતી. અને થોડા સમય પછી તેઓ તેમના પાર્ટનરને મનાવીને ફરી એક થઈ જતા હતા. આવા કપલ્સનો અભ્યાસ કરતા માલુમ પડ્યું કે તેઓ શારીરિક અને માનસિક રીતે ઘણા ફીટ હતા અને તેમની રોગપ્રતિકારક શક્તિ પણ અન્ય કપલ્સ કરતા ઘણી વધારે છે.
આગળ કહ્યું એમ વારંવાર થતી નોકજોકને અને ત્યાર પછી થતાં મનામણાને કારણે કપલ્સ એકબીજાની વધુ નજીક આવે છે અને પછી તેઓ એકબીજામાં એવા ભળી જાય છે કે તેઓ એકબીજા રહી પણ નથી શકતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.