સુરત(ગુજરાત): અવારનવાર દારૂના નશા(Alcoholism)માં આવીને લોકો ન કરવાનું કરી બેસતા હોય છે. તે દરમિયાન સુરત જિલ્લા(Surat District)ના ઓલપાડ તાલુકા(Olpad taluka)માં દારૂના નશામાં ધૂત યુવકે પોલીસ(Police) અને અધિકારોઓને દોડતી કરી હતી. દારૂના નશામાં યુવકે કંઈક એવું કર્યુ કે, જેને કારણે આખું ગામ માથે લઇ લીધું હતું. દારૂના નશામાં યુવક ગામમાંથી પસાર થતા હાઇટેનશન વીજ પોલ પર ચડી ગયો હતો. આસપાસના લોકો કંઈક સમજે તે પહેલાં જ યુવક હાઇટેન્શન ટાવર(Hightension Tower) ઉપર ચડી ગયો હતો.
દારૂના નશામાં ધૂત યુવકે ટાવર પર ચઢીને આખું ગામ ગજવ્યું હતું. નશામાં ટાવર પર ચડેલા યુવકને ગામ લોકોએ નીચે ઉતારવા માટે ઘણા પ્રયાસો કર્યા પરંતુ યુવક કોઈની વાત માનવા માટે તૈયાર ન હતો. ત્યારબાદ થોડો સમય ટાવર પર રહ્યા બાદ જયારે કરંટ લાગ્યો ત્યારે તે જમીન પર પટકાયો હતો. જેને કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી.
ઓલપાડ તાલુકામા દારૂ પીને યુવકે વીજળી ટાવરની ટોચે બેસી તમાશો કર્યો #tower #daru #yuvak #trishulnews #topnewstoday #news #follow #like #media #trending #gujaratinews #breakingnews #newsupdate #viralvideo pic.twitter.com/iZFyz6yrAS
— Trishul News (@TrishulNews) September 30, 2021
ટાવર ઉપર ચડેલા યુવકને જોતાં એવું લાગી રહ્યું હતું કે, માનસિક રીતે અસ્થિર હશે પરંતુ ગામનો યુવાન હોવાથી બધા લોકો તેને ઓળખતા હતા. ત્યારબાદ ગામ લોકોને જાણ થઇ હતી કે, હંમેશા દારૂના નશામાં ફરતો યુવક આ ઘટના સમયે પણ નશામાં હતી અને ટાવર પર ચડયો હતો. ચોકાવનારી વાત તો એ હતી કે, આ કરવા પાછળ તેની કોઈ માંગણી ન હતી. પરંતુ દારૂના નશામાં ટાવર પર ઉપર ચડી ગયો હતો.
આ ઘટના બાદ ત્યાં ગામ લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ ગામ લોકોએ બૂમો પાડીને યુવકને નીચે ઉતરી જવા માટે સતત સમજાવી રહ્યા હતા. બે કલાકના તમાશા પછી વીજ કરંટ લાગતા યુવક જમીન પર પટકાયો હતો. ગંભીર ઇજાઓ થતા સારવાર માટે યુવકને નવી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વીજ કરન્ટ અને ઉંચાઈ પરથી પટકાતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવકના આ વર્તનથી આખું ગામ ચોકી ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.