ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સચિનની દાઢી કરનાર લેડી બાર્બરની જિંદગી કયાંથી ક્યા બની ગઈ

ભારતના એક નાનકડા ગામ બનવારી ટોલાની બે યુવતીઓ નેહા અને જ્યોતિએ ભાગ્યને પડકાર આપ્યો અને બધું જ મેળવી લીધું. પરંતુ અસ્તિત્વની આ લડાઈમાં તેમને ખ્યાલ નહોતો કે તેમના કાર્યોની સમાજ પર દૂરગામી અને ઊંડો પ્રભાવ પડશે. મળો ભારતની બાર્બર શૉપ ગર્લ્સ અને તેમના બનવારી ટોલા ગામથી, જ્યાં તે સમાજમાં વ્યાપ્ત લિંગભેદથી રુઢિઓને તોડીને પોતાની પેઢીના પુરુષોને પ્રેરિત કરી રહી છે- તેમની હજામત કરીને.

ઉપરોક્ત ઈન્ટ્રોડક્શનવાળો એક વીડિયો YouTube પર છવાઈ ગયો છે. શેવિંગસ્ટીરિયોટાઈપ હેશટેગથી તે સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. YouTube પર એક મહિનામાંજ તેને 1 કરોડ 64 લાખ વ્યૂઝ મળી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, ગોરખપુર (ઉત્તર પ્રદેશ)ના બનવારી ટોલા ગામની નેહા અને જ્યોતિ નારાયણ નામની બે કિશોરીઓ જાન્યુઆરી, 2019માં ત્યારે ચર્ચામાં આવી, જ્યારે તેમની સંઘર્ષ ગાથા એક અખબારમાં પ્રકાશિત થઈ હતી.

નેહાએ જણાવ્યું હતું કે, અમારી દુકાન સુધી હવે દૂરદૂરથી લોકો પહોંચી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, વેઈટિંગ લિસ્ટ બનાવવું પડે છે. ગામમાં ક્યારેક લાકડાના પાટિયાથી બનેલી દુકાન આજે આધુનિકતમ સલૂનનું રૂપ લઈ ચુકી છે. જિલેટ ઉપરાંત પ્રશાસને પણ સહયોગ કર્યો અને સિડબીએ પણ આર્થિક સહાયતા કરી છે. ભારત રત્ન સચિન તેંદુલકરની હજામત કરતો મોટો ફોટો નેહા-જ્યોતિ બાર્બરશોપમાં લગાવવામાં આ છે, જે લોકોને અચરજ પમાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.