સોશિયલ મીડિયા પર હંમેશા બોલીવુડ ફિલ્મ જગત વિવાદોથી ઘેરાયેલું રહેતું હોય છે ત્યારે હાલમાં પણ એક સમાચાર સામે આવી રહ્યાં છે. પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં અવસાન બાદ ડ્રગ્સ કેસમાં અનેકવિધ અભિનેતા તથા અભિનેત્રીઓના નામ સામે આવ્યા હતાં.
સલમાન ખાનના નિકટ સાથી મહેશ માંજરેકરની વિરુદ્ધ પુણેમાં આવેલ યવત પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. અભિનેતા તેમજ ડિરેક્ટર મહેશ માંજરેકર પર કાર અકસ્માત સર્જ્યા પછી એક અજાણ્યા વ્યક્તિને થપ્પડ મારવાનો અને ગાળો આપવાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. 15 જાન્યુઆરીએ કેસ કરવામાં આવ્યો હતો.
દિગ્ગજ અભિનેતાઓમાં સામેલ :
મહેશ માંજરેકરનો બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓમાં સમાવેશ થાય છે. તેમણે ઈન્ડસ્ટ્રીમાં એક્ટિંગ, રાઈટિંગ, ડિરેક્શનથી લઈને પ્રોડક્શન સહિત અનેકવિધ કામ કર્યા છે. અભિનેતા તરીકે તેમણે મોટાભાગે નેગેટિવ રોલ ભજવ્યો છે. સૌપ્રથમ દૂરદર્શનના મરાઠી શો ‘ક્ષિતિજ’માં તેમણે કામ કર્યું હતું. આ શોમાં મહેશ માંજરેકર રક્તપિત્તીથી પીડાતા દર્દીની ભૂમિકા ભજવી હતી.
મહેશ માંજરેકરની ફિલ્મ :
માંજરેકરે ‘વાસ્તવઃ ધ રિયાલિટી’, ‘કાંટે, ‘રન’, ‘સ્લમડૉગ મિલિયોનર’, ‘વોન્ટેડ’, ‘દબંગ’, ‘રેડી’, ‘જય હો’, ‘ટોટલ ધમાલ’, ‘સાહો’ જેવી અનેકિધ સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે. આની સાથે જ ડિરેક્ટર તરીકે ‘વાસ્તવઃ ધ રિયાલિટી’, ‘કુરુક્ષેત્ર’, ‘હથિયાર’, ‘પિતા’ ‘વિરુદ્ધઃ ફેમિલી કમ્સ ફર્સ્ટ’ સહિતની ફિલ્મ ડિરેક્ટ કરી છે. હાલમાં તેઓ સલમાન ખાન અને આયુષ શર્માની ‘ધ અંતિમઃ ફાઈનલ ટ્રુથ’ ડિરેક્ટ કરી રહ્યાં છે.
Maharashtra: A non-cognizable offence has been registered at Yavat Police Station in Pune against actor Mahesh Manjrekar for allegedly slapping and abusing a person over an incident of road rage on January 15.
— ANI (@ANI) January 17, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle