આજે સવારે મુંબઈ (Mumbai)થી અમદાવાદ(Ahmedabad) આવી રહેલી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેન (Vande Bharat Train)ને આડે ભેંસ આવતા અકસ્માત(Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને 4 ભેંસોના મોત થયા હતા. ત્યારે પોલીસે આ મામલે ભેંસના માલિક સામે FIR રેલ્વે એક્ટ, 1989ની કલમ 147 હેઠળ ફરિયાદ નોંધી છે. જે રેલ્વેના કોઈપણ ભાગમાં અનધિકૃત પ્રવેશ અને તેની મિલકતના દુરુપયોગ સાથે સંબંધિત છે. જોકે, હજુ સુધી રેલવે પોલીસ ભેંસોના માલિકોની ઓળખ કરી શકી નથી.
ટ્રેનને 20 મિનિટ રોકવી પડી હતી:
મળતી માહિતી અનુસાર, સવારે 11.15 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેનને 20 મિનિટ સુધી રોકવી પડી હતી. તેમજ આ ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને નુકસાન થયેલા ભાગને તાત્કાલિક સમારકામ કરી ટ્રેનને રવાના કરી હતી.
રેલવે સીપીઆરઓએ માહિતી આપી હતી:
ત્યારે આ અંગે રેલ્વે સીપીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ગ્રામજનોને તેમના ઢોરને ટ્રેકની નજીક ન છોડવાની સલાહ આપવામાં આવી રહી છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે વેસ્ટર્ન રેલ્વે ગાંધીનગર-અમદાવાદ સેક્શન પર ટ્રેનની સ્પીડ 160 કિમી પ્રતિ કલાક સુધી વધારવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે ફેન્સીંગ પર કામ કરશે.
ભારતની ત્રીજી વંદે ભારત ટ્રેન:
30 સપ્ટેમ્બરે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને શરૂઆત કરી હતી. ત્યારે દેશની આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે. આ સિવાય રેલવે બોર્ડ દેશભરમાં 400 સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. આ વંદે ભારત ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેમ કે, GPS આધારિત માહિતી પ્રણાલી, CCTV કેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા અને દરેક કોચમાં ચાર ઈમરજન્સી પુશ બટનનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.