આજે સુરત મહાનગરપાલિકાનું સામાન્ય બજેટ માટે સામાન્ય સભા નું આયોજન થયું હતું. જેમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાની, મેયર હેમાલી બોઘા વાળા, વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી સહિતના પદાધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા.
આ સામાન્ય સભા આજે બપોરથી ચાલી રહી હતી અને હજુ પણ મોડી રાત્રે ચાલુ હતી. આ બજેટ સભામાં અચાનક એસી મા શોર્ટ સર્કિટ થતા મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ માં દોડધામ મચી ગઈ હતી. અને તાત્કાલિકપણે સામાન્ય સભા ખંડ ખાલી કરી દેવામાં આવ્યો હતો. અને બજેટ માટેની સામાન્ય સભા વિસર્જિત કરી દેવામાં આવી હતી. હજી સુધી બજેટની સામાન્ય સભા ક્યારે પૂર્ણ કરવામાં આવશે તે અંગે જાણકારી આપવામાં આવી નથી.
આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી તમામ પદાધિકારીઓ કોર્પોરેટરો અને અધિકારીઓ સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે તાત્કાલિક સુરક્ષા ઉપકરણો દ્વારા એસી મા લાગેલી આગ બુઝાવી દેવામાં આવી હતી એસીમાં શોર્ટસર્કિટને લઇ ને તમામ પદાધિકારીઓ અને કોર્પોરેટરોમાં ડરનો માહોલ ઉભો થઇ ગયો હતો.
સુરત:SMCની ચાલુ સામાન્ય સભામાં લાગી આગ લાગતા ભાજપ અને આપ ના કોર્પોરેટર તમામ 119 બહાર દોડ્યા હતા. આખો દિવસ એસી ચાલુ રહેવાના કારણોસર આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. અંદાજિત રાત્રે 10 કલાકે આગ લાગતા SMCમાં અફડાતફડી સર્જાઈ હતી પણ કોઈઈ જાનહાનિ કે ઇજા થવા પામી નથી.