એક હિન્દુ યુવતી(Hindu girl)એ પાકિસ્તાન(Pakistan)માં ઇતિહાસ(History) રચ્યો છે. 27 વર્ષીય ડોક્ટર સના રામચંદ ગુલવાણી સેન્ટ્રલ સુપિરિયર સર્વિસીસ (CSS) પરીક્ષા પાસ કરવામાં સફળ(Success) રહ્યા છે. પાકિસ્તાનના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ હિન્દુને આ પરીક્ષામાં સફળતા મળી હોય. ખાસ વાત એ છે કે, સના પહેલા પ્રયાસમાં જ પરીક્ષા પાસ કરી ચૂકી છે અને હવે તેની નિમણૂકને પણ મંજૂરી આપવામાં આવી છે.
2% થી ઓછા ઉમેદવારો પાસ થયા:
‘એક્સપ્રેસ ટ્રિબ્યુન’ના અહેવાલ મુજબ, પાકિસ્તાનની આ પરીક્ષા કેટલી મુશ્કેલ છે, તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે 2% થી ઓછા ઉમેદવારો સફળતા મેળવવામાં સફળ રહ્યા છે. સેન્ટ્રલ સુપિરિયર સર્વિસીસ (CSS) દ્વારા પાકિસ્તાનમાં વહીવટી સેવાઓમાં નિમણૂકો છે. સરળ શબ્દોમાં કહીએ તો તે ભારતની સિવિલ સર્વિસ પરીક્ષા જેવી છે.
માતાપિતા કંઈક બીજું ઇચ્છતા હતા:
સના ગુલવાણીએ સિંધ પ્રાંતની ગ્રામીણ બેઠક પરથી આ પરીક્ષા આપી હતી. આ બેઠક પાકિસ્તાન વહીવટી સેવા હેઠળ આવે છે. પોતાની સફળતા પર ખુશી વ્યક્ત કરતા સનાએ કહ્યું કે, ‘આ મારો પહેલો પ્રયાસ હતો અને મારે જે જોતું છે તે મે હાંસલ કર્યું છે’. સના ગુલવાણીના જણાવ્યા અનુસાર, તેના માતા-પિતા ઈચ્છતા ન હતા કે તે વહીવટીતંત્રમાં જાય. કારણ કે માતા -પિતાનું સપનું હતું કે તેને મેડિકલ ક્ષેત્રે જોવું.
બંને સપનાને કર્યા સાકાર:
સના ગુલવાણીએ કહ્યું કે, ‘મેં મારા માતા -પિતા અને મારા બંનેનું સપનું પૂરું કર્યું છે. હું ડોક્ટર હોવા સાથે વહીવટનો એક ભાગ બનવાની છું. સના ગુલવાણીએ પાંચ વર્ષ પહેલા શહીદ મોહતર્મા બેનઝીર ભુટ્ટો મેડિકલ યુનિવર્સિટીમાંથી મેડિસિનમાં સ્નાતક થયા હતા. યુરોલોજીમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેણે સેન્ટ્રલ સુપિરિયર સર્વિસિસની તૈયારી શરૂ કરી. સનાએ શિકારપુરની સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.