વિશ્વમાં કોરાના વાઈરસ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. રવિવારના રોજ સવાર સુધી 188 દેશ આનાથી પ્રભાવિત થઈ ચુક્યા છે. તે દરમિયાન કુલ 3,06,939 કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં 13,032 લોકોના કરુણ મોત નીપજ્યા છે. હાલ રાહતની વાત એ છે કે આ દરમિયાન 95,498 દર્દી સારા પણ થઇ ગયા છે. સ્પેનમાં શુક્રવારથી શનિવાર વચ્ચે 24 કલાકમાં કોરોના સંક્રમણના 5 હજાર નવા કેસ સામે આવ્યા છે. પાકિસ્તાનમાં એક વાર ફરી કોરોનાના બહાને દુનિયા પાસે દેવા માફીની માંગ કરી છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન બાદ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ દેવામાં રાહતની માંગ કરી છે. ‘ડોન ન્યૂઝ’સાથેની વાતચીતમાં કુરૈશીએ જણાવતા કહ્યું, ‘પાકિસ્તાન જેવા ગરીબ દેશ માટે કોરોના વાઈરસ સામે લડાઈ લડવી સરળ વાત નથી. દેશ પર વિદેશી દેવું વધારે છે. અમે ઈચ્છીએ છીએ કે દુનિયાના મોટા દેશો અને નાણાકીય સંસ્થા આ વખતે અમારી મદદ માટે આગળ આવશે. થોડી દેવા માફી કરવામાં આવે અન્ય કેસમાં રાહત આપવામાં આવે’કુરૈશીએ શનિવારે જર્મની વિદેશ મંત્રી હેઈકો મેસ સાથે વાતચીત કરી હતી. શનિવાર સાંજ સુધી પાકિસ્તાનમાં સંક્રમણના કુલ 653 કેસ સામે આવ્યા હતા. 3 લોકોના મોત થઈ ગયા છે.
CNNના જણાવ્યા અનુસાર, શનિવાર સાંજ સુધી ન્યૂયોર્ક જેલમાં કુલ 38 કેદી કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જેલ અધિક્ષક જૈકલીન શરમને કહ્યું-38 દર્દી પોઝિટિવ મળી આવ્યા છે. 58 શંકાસ્પદ છે. રવિવાર સુધી આ લોકોનો પણ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવશે. જેલમાં જ ક્વૈરેન્ટાઈન ફેસિલિટી બનાવવામાં આવી છે. કેદીઓને આમા રાખવામાં આવશે.
સ્પેનમાં કોરોના વાઈરસને અટકાવવાના પ્રયાસમાં હજુ સુધી સફળતા મળી નથી. અહીંયા શનિવારે પાંચ હજાર નવા કેસ સામે આવ્યા હતા. અહીંયા કુલ 25,496 લોકો રવિવારે સવાર સુધી સંક્રમિત થયા છે. 1,378 લોકોના મોત પણ થયા છે. સરકારે લોકડાઉ કર્યું છે. પરંતુ શનિવાર અને રવિવારના આંકડા જોવામાં આવે તો સ્પષ્ટ થઈ જાય છે કે લોકડાઉનથી કોઈ ફાયદો થયો નથી. માનવામાં આવી રહ્યું છે કે રવિવારે હેલ્થ કમિટિની બેઠકમાં વધુ કડક ઉપાયોની જાહેરાત કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.