ફ્લાઈટમાં બેઠેલા આ માણસના મગજમાં એવું તો શું ભૂત ચડી ગયું કે અચાનક જ ખાવા લાગ્યો માસ્ક- જુઓ વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે ખડખડાટ હસી પડશો.

કોરોના કાળમાં માસ્કનું કેટલું મહત્વ છે, તે આપણને સૌને ખબર છે. તેમ છતાં અમુક અક્કલ વગરના લોકો છે, જે પોતાની અવળચંડાઈમાંથી બહાર આવતા નથી અને ગમે ત્યાં જ પોતાની હરકતો શરુ કરી દે છે. ત્યારે આવી જ એક ઘટના અમેરિકન ફ્લાઈટમાં બની છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે વિડીયોમાં તમે જોઈ શકો છો કે, એક શખ્સ અચાનક માસ્ક ચાવવા લાગ્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાસ્તવમાં આ ઘટના ત્યારે બની જ્યારે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 1802 લોસ એન્જલસથી ઉતાહ જવા માટે રવાના થઇ રહી હતી. આ દરમિયાન વ્યક્તિએ અચાનક લોકોને વચ્ચેથી પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં તેમણે ક્રૂ સાથે બોલાચાલી કરી ત્યારબાદ તેણે અપશબ્દો પણ કહ્યા અને ગંદી હરકત કરવા લાગી. આ દરમિયાન તેણે અચાનક જ ગુસ્સામાં પોતાનું માસ્ક ખાવાનું શરુ કરી દીધું. આ હરકત દરમિયાન ટિમ નામનો આ વ્યક્તિ ખુબ જ બોલાચાલી કરી રહ્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકોએ પણ આ મુદ્દે ગુસ્સો વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે કહ્યું છે કે, મને ખબર નથી કે લોકોના મનમાં આવા નકામા અને ખરાબ વિચાર ક્યાંથી આવે છે. તે જ સમયે અન્ય એક યુઝરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, મને લાગે છે કે વીડિયોમાં દેખાતી વ્યક્તિને ઈમરજન્સી સારવારની જરૂર છે. હાલમાં આ ખરાબ હરકત કરી રહેલા વ્યક્તિનો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *