જામનગરમાં યુવકને સરા જાહેર પતાવી દેવામાં આવ્યો- ખૌફ્નાખ ઘટના સીસીટીવીમાં થઇ કેદ- જુઓ અહિયાં

હાલમાં વધી રહેલી હત્યાની ઘટનાઓમાં ફરીવાર એક હત્યામી ઘટના સામે આવી છે. જેમાં જામનગરની ભાગોળે આવેલી ઠેબા ચોકડી પાસે રવિવારે ક્ષત્રિય યુવાનની ગળું વાઢી કરપીણ હત્યા કરવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો છે. સસ્પેન્ડેડ પોલીસકર્મી અને તેના ભાઈએ આ ઘટનાને અંજામ આપતાં પંચકોશી બી ડિવિઝન પોલીસની સાથે એલસીબી, એસઓજી પોલીસ પણ તપાસમાં જોડાઈ છે. અને હત્યા નીપજાવી ફરાર થઈ ગયેલા આરોપીઓ સુધી પહોચવા કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ હત્યાનું કાવતરું રચી ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. વિડીયો અંતભાગે જોવા મળશે.

મળતી માહિતી મુજબ, બંને પક્ષે રેતીના ડમ્પરનો ધંધો હોવાથી ડ્રાઈવરોની અદલાબદલીના મુદ્દે મનદુઃખ થતા હત્યા કરવામાં આવી છે. રવિવારે સાંજે 6 વાગ્યાના અરસામાં જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલા ગોકુલ વે બ્રિઝ પાસે પોતાનું એક્ટિવા પાર્ક કરી વરાજસિંહ જાડેજા તેના મિત્ર ગિરિરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ તેમજ વીરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા સાથે વાતચીત કરતો હતો. આ દરમિયાન આરોપી અને સસ્પેન્ડ પોલીસકર્મી ઈશ્વરસિંહ સતુભા જાડેજા કાર સાથે ત્યાં આવી પહોંચ્યો હતો.

આરોપી ઇશ્વરસિંહ પોતાની જીજે 10 ડીએ 0056 નંબરની કાર યુવરાજસિંહ જે ખુરશીમાં બેઠા હતા એની સાથે અથડાવી હતી, જેને લઈને મૃતક યુવરાજસિંહ કાર નજીક ગયા હતા. પોતાની નજીક આવેલા યુવાનને જોઈ આરોપી ઇશ્વરસિંહે પોતાની ગાડીમાં રહેલ છરી કાઢી યુવરાજસિંહના ગળાના ભાગે મારી, ગળું કાપી નાખી કરપીણ હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનાને પગલે બંને મિત્રો સાથે રહેલા આરોપી વીરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજાએ પણ વચ્ચે આવી ગિરિરાજસિંહ તથા પ્રદીપસિંહ સાથે ઝપાઝપી કરી હતી. જ્યારે વચ્ચે પડેલા પ્રદીપસિંહને આરોપી ઇશ્વરસિંહે જાનથી મારી નાખવો છે એમ કહી પોતાના હાથમાં રહેલી છરી વડે માથાના ભાગે પ્રહાર કરી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન પ્રદીપ પોતે પોતાના હાથથી બચાવ કરી પાછળ હટી ગયો અને તેનો બચાવ થયો હતો. જયારે ગિરિરાજસિંહને પણ મારી નાખવાના ઈરાદે છરીનો ઘા કરવામાં આવ્યો હતો.

ગિરિરાજસિંહે પોતાનો બચાવ કર્યો હતો. પરંતુ, છરી જમણા હાથના કાંડામાં વાગી હતી. ત્યારબાદ બંને આરોપીઓ કાર સાથે ત્યાંથી ભાગી ગયા હતા. આ બનાવના પગલે એસપી દીપન ભદ્રન, ડીવાયએસપી કૃણાલ દેસાઈ, એલસીબી અને એસઓજી તેમજ પંચકોસી બી ડિવિઝન સહિતની પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. જાણવા મળ્યું છે કે, મૃતક હાલ જામનગરમાં ગ્રીનસિટી વિસ્તારમાં રહેતા હતા, તેઓ મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાતેલ ગામના હતા. આ દરમિયાન રાજ્યમંત્રી હકુભા જાડેજા સહિતના આગેવાનો પણ હોસ્પિટલ દોડી ગયા હતા.

હત્યાનું કાવતરું રચી અંજામ અપાયો
આ બનાવ અંગે હાથના ભાગે ઘવાયેલ મૃતકના મિત્ર ગિરિરાજસિંહ દ્વારા આરોપી ઈશ્વરસિંહ સતુભા જાડેજા અને વીરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા વિરુદ્ધ પંચકોશી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઈને પંચકોશી બી ડિવિઝનની સાથે એલસીબી અને એસઓજી સહિતની પોલીસ ટીમ આરોપીઓના સગળ મેળવવા લાગી ગયો હતો.

ફરિયાદમાં હત્યા ઉપરાંત કાવતરાની કલમ પણ લાગુ કરવામાં આવી છે. કારણ કે, વારદાત પહેલા જ પ્લાન મુજબ આરોપી વીરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા બંને મિત્રોની સાથે ગોઠવાઈ ગયો હતો. ત્યારબાદ કાર સાથે જેવો આરોપી આવ્યો કે, વીરભદ્ર તેની સાથે ભળી ગયો હતો.

આરોપીએ ત્રણેય મિત્રોનાં ઘરે જઈ ધમકી આપી હતી
મળતી માહિતી મુજબ, બંને આરોપીઓ અને મૃતક રેતીના ડમ્પરનો ધંધો કરે છે. આ ધંધા દરમિયાન અવારનવાર એકબીજાના ડમ્પરના ડ્રાઇવરો અદલાબદલી થતી હતી, જેને લઈને બંને વચ્ચે લાંબા સમયથી રકઝક ચાલતી હતી. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, મૃતકના મિત્ર અને ઘટના સમયે હાજર પ્રદીપસિંહ સોઢાનું આરોપી ઇશ્વરસિંહ સતુભા જાડેજાના મહેતાજી જયપાલસિંહ બળવંતસિંહ ચૂડાસમાએ એકાદ વર્ષ પહેલાં પાકીટ લઇ લીધું હતું.

આ બાબતે પ્રદીપસિંહએ ઠપકો આપી થપ્પડો મારી ગાળો પણ આપી હતી. જે-તે સમયે વચ્ચે આવેલા ઈશ્વરસિંહ સામે પણ પ્રદીપસિંહે વાણીવિલાસ કર્યો હતો. આ બાબતથી મનદુઃખ થતા આરોપીએ ઈશ્વરસિંહ પ્રદીપસિંહના ઘરે જઈ મૃતક, પ્રદીપસિંહ તથા ગિરિરાજસિંહના ઘરે જઈ મારી નાખવાની ધમકી આપી હતી.

આ ત્રણેય મિત્રો દરરોજ ઠેબા ચોકડી બેસતા હોવાની જાણ થતાં બંને આરોપી બંધુઓએ હત્યાનું કાવતરું રચ્યું હતું. તેના પ્લાન મુજબ આરોપી ઈશ્વરસિંહે અગાઉથી જ તેના ભાઈને આરોપીઓ સાથે હાજર રખાવી દીધો હતો. ત્યારબાદ તે કાર સાથે ઠેબા ચોકડી પહોચ્યો હતો અને બંને ભાઈઓએ વારદાતને અંજામ આપ્યો હતો.

પ્રદીપસિંહ સહેજમાં બચી ગયા
સસ્પેન્ડેડ પોલીસકર્મીએ યુવરાજસિંહનું ગળું કાપી હત્યા નિપજાવ્યા બાદ પ્રદીપસિંહનું ગળું કાપવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ સમયસંજોગે આ યુવાને મોઢું ફેરવી લેતાં તેમનો આબાદ બચાવ થયો હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *