મહેસાણા(ગુજરાત): જિલ્લા પોલીસ વડા દ્વારા જામીન પર છૂટેલા અને ગુનાહિત પ્રવુતિ કરીને ફરાર થયેલા આરોપીને શોધવા આદેશ આપવામાં આપ્યો હતો. જેથી જિલ્લામાં મહેસાણા પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમ આવા આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલીગ કર્યું હતું. આરોપીઓને શોધી કાઢવામાં મહેસાણા પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમ સફળ નીવડી છે. મહેસાણા પેરોલ ફ્લો ટીમને માહિતી મળી હતી કે, આરોપી સુરત જિલ્લાના એક રિલાયન્સ કંપનીમાં છૂટક મંજૂરી કરતો કરે છે. ત્યારે આરોપીને સુરતથી દબોચી લીધો હતો.
સતલાસણા પોલીસ સ્ટેશનનો અપહરણ અને બળાત્કારનો આરોપી દુબે રોહિત કુમાર જે મહેસાણા સબ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. આરોપીને તબિયત બગડતા મહેસાણાની સિવિલમાં સારવાર માટે લાવામાં આવ્યો હતો. જેથી આરોપીએ પોલીસ જાપતામાંથી ભાગી ગયો હતો. તેથી ફરાર થયેલા આરોપીની વિરુદ્ધમાં મહેસાણા પોલીસ મથકમાં તે સમયે આરોપી વિરુધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
મહેસાણા પેરોલ ફ્લોની ટીમને ફરાર થયેલા આરોપીની માહિતી મળી હતી. જેમાં આરોપી સુરત જિલ્લાના એક રિલાયન્સ કંપનીમાં છૂટક મંજૂરી કરતો હોવાની માહિતી મળતા મહેસાણા પેરોલ ફ્લો ટીમે સુરત ખાતે જઈ આરોપીને પકડી પાડ્યો હતો તેમજ તેની વિરુધ કાર્યવાહી શરુ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.