આ વાત જાણી આશ્ચર્ય જરૂરથી થશે પરંતુ દુનિયામાં એવી પણ એક જગ્યા છે જ્યાં એક સેન્ડવિચ માટે યુવતીઓને પરપુરુષ સાથે શારીરિક સંબંધ બનાવવા પડે છે. આમ તો દેહવ્યાપાર વિશ્વભરના દેશોમાં થાય છે પરંતુ અહીં સ્થિતિ ખૂબ ખરાબ છે.
અહીં પોતાની પરિસ્થિતિથી મજબૂર યુવતીઓ સાથે જે થાય છે તે ઘટનાઓ ખૂબ ખરાબ છે. સામાન્ય રીતે યુવતીઓ પૈસા માટે પોતાના શરીરનો વ્યાપાર કરે છે પરંતુ અહીં તો માત્ર એક સેન્ડવિચ માટે યુવતીઓને આ કામ કરવું પડે છે.
અહીં એટલે કે ગ્રીસની યુવતીઓની હાલત એવી છે તેમણે સેન્ડવિચ માટે પણ શરીરનો સોદો કરવો પડે છે. 2015માં જ્યારે ગ્રીસ આર્થિક સંકટથી સંઘર્ષ કરતું હતું ત્યારે સ્થિતિ ભયંકર સર્જાઈ હતી. જો કે આટલા વર્ષો પછી પણ અહીં યુવતીઓની સ્થિતિમાં સુધારો આવી શક્યો નથી. તેનો અંદાજ એ વાત પરથી આવે છે કે યુવતીઓને પોતાના સામાન્ય જરૂરીયાતો પૂરી કરવા માટે પણ શરીરનો સોદો કરવો પડે છે. અહીં દેહવ્યાપાર અન્ય વેપાર કરતાં સૌથી વધારે આગળ છે.
એક યૂનિવર્સિટીના સમાજશાસ્ત્રના પ્રોફેસર ગ્રેગોરી લેક્સોસની ટીમએ આ મામલે રીસર્ચ કરી હતી. તેમણે શોધ દરમિયાન જાણ્યું કે યુવતીઓ એક ટાઈમ ભોજન મળે તે માટે શરીર વેંચે છે. પેટની ભૂખ સંતોષવા પૈસા જરૂરી છે પરંતુ તેમની પાસે પૈસા છે જ નહીં. એટલા માટે મજબૂરીમાં તેને શરીરનો સોદો કરવો પડે છે.
દેહ વ્યાપારમાં હોય તેની યુવતીઓની ઉંમર 17થી 20 વર્ષની બોય છે અને તેમને એક ગ્રાહક પાસેથી 50 યૂરો મળતા હતા પરંતુ હવે તેમને માત્ર 2 યૂરો મળે છે. એટલા પૈસામાં માત્ર એક સેન્ડવિચ ખાવા માટે મળી શકે છે.
યૂરોપિયન યૂનિયનથી બહાર થયા બાદ ગ્રીસની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અહીં સૌથી ઓછા ભાવમાં બજાર પણ ભરાય છે. પરંતુ સૌથી કષ્ટદાયક બાબત એ છે કે અહીં એક સેન્ડવિચ મળે તેટલા રૂપિયા કમાવા માટે પણ યુવતીઓને દેહવ્યાપાર કરવો પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો