જુઓ વિડીયો: સાણંદમાં આવેલી વર્લ્ડક્લાસ FORD ના કર્મચારીઓ ઉતાર્યા હડતાલ પર…

0
507

સાણંદ માં આવેલી વર્લ્ડક્લાસ કહેવાતી  ફોર્ડ કંપનીના કર્મચારીઑ હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીની માંગણીની વાત કરવામાં આવે તો કર્મચારીઑનું કહેવું છે કે દિવાળીની મીઠાઇ ખરાબ ગુણવત્તા વાળી આપવામાં આવે છે.આ સાથે જ કર્મચારીને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે.અને ખોટીરીતે કામદારોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. કર્મચારીઓની પગારવધારા માટે પણ માંગ હતી. અંદાજે 900 જેટલા કર્મચારી આ લડત પર ઉતર્યા છે.

કામદાર ના સંગઠન ના પ્રેસિડેન્ટની માંગ છે કે જ્યા સુધી કામદારોને ન્યાય નહીં મળે ત્યાસુધી લડત ચાલુ રાખવાની વાત કરી છે. અને કંપનીના પ્રોડકશનને કઈ પણ નુકશાન પહોચાડયા વગર આ લડત કરવામાં આવશે. બપોરે 3.30 વાગ્યા પછી કંપનીના ગ્રાઉન્ડમાં બેસી લડત ચાલુ રાખવાની વાત કરી છે. જો કામદારોને કાઇપણ થશે તો તેની જવાબદારી સંપૂર્ણ જવાબદારી કંપનીના મેનેજમેંન્ટની રહેશે તેવું જણાવ્યુ હતું.

જુઓ વિડીયો:

કામદાર ના યુનિયન પ્રેસિડેન્ટ માલદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, Ford india pvt ltd સાણંદમા ખાલી એક માણસ ને કોઈ ગેરકાયદેસર સસ્પેન્ડ કરવાનું પરિણામ અંગ્રેજો ને ખબર પડે ને કે આ હજી એજ ભારતીઓ સે જેને પેલા અંગ્રેજોને કાઢ્યા હતાં ઈ જ઼ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here