ગુજરાત(Gujarat): રાજ્યના પ્રદેશ ભાજપના નેતા આઈ.કે.જાડેજા(IK Jadeja)ને હ્રદયરોગનો હુમલો(Heart attack) આવતા સારવાર અર્થે યુ. એન. મહેતા હોસ્પિટલ(U. N. Mehta Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. આઈ.કે. જાડેજાની હાલત સ્થિર હોવાનું તબીબોનું કહેવું છે. જો કે રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરની સલાહ મુજબ વધુ સારવાર અને આગળની ટ્રીટમેન્ટ આપવામાં આવશે.
આઈ.કે જાડેજાએ કરેલા ટ્વિટની તસવીર
અમે તમને જણાવી દઈએ કે, હાલમાં જ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈ.કે. જાડેજાની કામગીરી અંગે કાર્યકરો વચ્ચે વખાણ કર્યા હતા. પ્રધાનમંત્રીએ સરકારની યોજનાઓનું કાર્ડ જરૂરિયાતમંદો વચ્ચે વહેંચવાના આઈ.કે જાડેજાના સરાહનીય કાર્યની પ્રશંસા કરી કાર્યકર્તાઓને તેના કરેલા કાર્યોમાંથી શીખ લેવા માટે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેબિનેટ મંત્રી તથા ભાજપના નેતા આઈ.કે. જાડેજા ગત વર્ષે કોરોનાની બીજી લહેર દરમિયાન એપ્રિલ 2021માં કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયા હતા. જે પછી તેમણે યુ.એન મહેતા હોસ્પિટલમાં જ સારવાર લીધી હતી અને સ્વસ્થ થયા બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.