કઈક નવા જુના થવાના એંધાણ? પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે PM મોદી સાથે કરી તાબડતોડ મુલાકાત

ભારતીય જનતા પાર્ટી(BJP)ના પીઢ નેતા અને ગુજરાત(Gujarat)ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે(Nitin Patel) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi) સાથે મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જો કે આ મુલાકાતને તેમણે ઔપચારિક મુલાકાત હોવાની વાત કહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની તસવીર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના સોશિયલ મીડિયા(Social media) એકાઉન્ટ પર શેર કરી હતી.

તસ્વીર શેર કરતા કેપ્શનમાં લખ્યું…:
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેપ્શનમાં લખ્યું હતું કે, આજે તા. 18/10/2021ને સોમવારના રોજ દેશના લોકપ્રિય અને સતત પ્રજાલક્ષી નિર્ણયો કરનાર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે વડાપ્રધાનના નિવાસસ્થાન સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીના કારોબારીમાં આપવામાં આવ્યું છે સ્થાન:
ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીને પણ શામેલ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતીબેન શિયાળ, અમિત શાહ, મનસુખ માંડવિયા અને નીતિન પટેલ સહિતના નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે કેન્દ્ર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા વરુણ ગાંધીને બાકાત રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં તેઓ લખીમપૂર હિંસા મામલે કોમેન્ટ કરીને ભાજપમાં અળખામણાં સાબિત થયા હતા.

ત્યારે બીજી બાજુ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદે હાર્દિક પટેલના નામની ચર્ચાને લઈ ઉત્તર આપતા તેણે કહ્યું હતું કે, હું 28 વર્ષનો છું જયારે કાર્યકારી અધ્યક્ષ બનાવી પાર્ટીએ મને ખુબ આપ્યું છે, પદ અથવા તો હોદ્દાની મને જરાય પણ લાલચ નથી. મીડિયામાં ચાલી રહેલ આ અહેવાલોનું હું ખંડન કરું છું.

હાર્દિક પટેલને મોટી જવાબદારી સોપાઈ એવી સંભાવના:
અહીં નોંધનીય છે કે, પાટીદાર આંદોલન પછી હવે હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે તેમજ તે કોંગ્રેસના યુવા ચહેરો બન્યો છે. આની ઉપરાંત હમણાં જ કોંગ્રેસ સાથે જોડાયેલ વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ હવે કોંગ્રેસનો ચહેરો બની ગયા છે ત્યારે આ બંને નેતાઓને કોંગ્રેસ જવાબદારી સોંપે એવું જણાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *