પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ ચૂંટણી લડવા અંગે લીધો સૌથી મોટો નિર્ણય- રાજકારણમાં મચ્યો ખળભળાટ

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Election 2022)ના પડઘમ વાગી ચુક્યા છે અને એક બાદ એક રાજકીય ઉથલ પાથલ પણ જોવા મળી રહી છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Election 2022)ના પડઘમ વાગી ચુક્યા છે અને એક બાદ એક રાજકીય ઉથલ પાથલ પણ જોવા મળી રહી છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પોતાની રણનીતિ મુજબ આગળ વધી રહ્યા છે. જેમ જેમ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે, તેમ તેમ સાથે નેતાઓના પક્ષપલટાઓ શરૂ થઈ જવા પામ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી(Vipul Chaudhary)ના આમ આદમી પાર્ટી(AAP)માં જોડાવાની અટકળો ચાલી રહી હતી ત્યારે હવે આ તમામ અટકળોનો અંત આવ્યો છે. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી દ્વારા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અર્બુદા સેનાનો કોઈપણ સભ્ય નહીં લડે ચૂંટણી:
અર્બુદા સેના દ્વારા ચૂંટણીને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અર્બુદા સેના ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષને સપોર્ટ કરશે નહીં. આ સાથે જ અર્બુદા સેનાનો કોઈ સભ્ય ચૂંટણી લડશે નહિ. અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દાઓને ધ્યાને લઈને તમામ કામગીરી કરશે અને અર્બુદા સેના સંપૂર્ણ બિન રાજકીય સંગઠન તરીકે કામ કરશે.

જાણો કોણ છે વિપુલ ચૌધરી?
અમે તમને જણાવી દઈએ કે, વિપુલ ચૌધરી એ માધ્યમિક સુધી મહેસાણામાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ અમદાવાદ કોલેજ કરી હતી. જેમાં તેઓ એલડી કોલેજમાં જનરલ સેક્રેટરી પણ રહ્યા હતા. ત્યાર પછી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી જીતતા લાઇમ લાઇટમાં આવ્યા હતા. ત્યારબાદ શંકરસિંહના કહેવાથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 1995 માં ધારાસભ્ય બન્યા હતા.

કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી પદ ભોગવ્યા બાદ શંકરસિંહ બળવો કરતા વિપુલ ચૌધરીને ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ વિપુલ ચૌધરી એ ગૃહ મંત્રી પદ મેળવ્યું હતું. વધુમાં જણાવીએ તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધસાગર ડેરીના ચેરમેન પણ બન્યા હતા. આ સાથે જ સાગરદાણ કૌભાંડના આક્ષેપને લઈને હટાવી દેવામાં આવ્યા હતા. ને કારણે ફરિયાદ થતાં સીઆઇડી અને ક્રાઈમ બ્રાન્ચે વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરીનું પંથકના સાત લાખ મતદારો પર સારું એવું પ્રભુત્વ છે. ચૌધરી સમાજના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં નિર્ણાયક મતદારો છે. વાત કરવામાં આવે તો પાટણમાં રાધનપુર ખેરાલુ, મહેસાણા વિસનગર વિજાપુર બેઠક પર અસર કરી શકે છે. તે વિસ્તારમાં ચૌધરી સમાજના અંદાજે 7,00,000 જેટલા મતદારો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *