સુરતના અડાજણ વિસ્તારમાં IPL પર સટ્ટો રમાડતા ચાર લોકો ઝડપાયા

પોલીસ કમિશનર અજયકુમાર તોમરના આદેશથી સુરત શહેર વિસ્તારમાં દારૂ તેમજ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસને કાર્યવાહી કરવા સૂચના આપી છે. એવામાં આઈપીએલની સિઝન પણ શરૂ થઈ ગઈ છે.જેમાં સટોડિયાઓને છૂટો દોર મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે.

સુરત પીસીબીએ અડાજણ વિસ્તારમાંથી ચાર લોકોને આઈપીએલ મેચ પર સટ્ટો રમતા ઝડપી પાડયા છે. ઝડપાયેલા આરોપી ના નામ આ પ્રમાણે છે. માજીદ મકસુદ, મોહમ્મદ ઝુબેર, મોહંમદ ઝુનેદ, અભિજીત રોય ને ઝડપી પાડયા છે.
ઉપરોક્ત ગુનાના આરોપીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગની રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપરકિંગ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર હારજીતનો જુગાર પોતાના અંગત લાભ માટે રમાડતા હતા.

તેમને પીસીબીની ટીમે રોકડા રૂપિયા 760, મોબાઈલ નંગ પાંચ જેની કિંમત 129000 થાય છે. આ ઉપરાંત ટીવી જેની કિંમત 3000 રૂપિયા છે, સેટ ટોપ બોક્સ નંગ 1 અને આ સિવાય અન્ય આપત્તિજનક મુદ્દામાલ કબજે કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં અડાજણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *