ધોળાદિવસે ઘરમાં ઘુસી ચાર લુટારુઓએ બંદુક બતાવી લુંટ આચરી- તમામ ઘટના થઇ CCTVમાં કેદ

દાહોદ(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર લુંટ(Robbery)ની ઘટના સામે આવતી હોય છે. પરંતુ તમે ક્યારે ફિલ્મી રીતને ચોરી(Stealing movie style) કરનાર ચોરો વિષે જાણવા મળ્યા હતા. દાહોદ(Dahod)માં પણ…

દાહોદ(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર લુંટ(Robbery)ની ઘટના સામે આવતી હોય છે. પરંતુ તમે ક્યારે ફિલ્મી રીતને ચોરી(Stealing movie style) કરનાર ચોરો વિષે જાણવા મળ્યા હતા. દાહોદ(Dahod)માં પણ આવો જ એક બનાવ સામે આવ્યો હતો. દાહોદમાં આજે સવારે ફિલ્મી સ્ટાઈલે(Film style) દાહોદ શહેરમાં લૂંટની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

દાહોદ શહેરના રહેણાંક વિસ્તારમાં IT ઓફિસરની ઓળખ આપીને ઘૂસેલા 4 તસ્કરોએ બંદૂકની અણીએ લૂંટને ચલાવી હતી. મકાન માલિકે લૂંટારુઓનો પ્રતિકાર કરતા 2 તસ્કરોની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે હજુ બે તસ્કરો ફરાર હતા. આવાજ થતા આસપાસના લોકો ભેગા થયા અને બંને લૂંટારુઓને મેથીપાક આપ્યો હતો. પોલીસે બંને લૂંટારુઓને ધડપકડ કરીને તપાસ શરુ કરી છે.

મળતી માહિતી મુજબ, દાહોદ શહેરમાં આવેલી બુરહાની સોસાયટીમાં શબ્રીભાઈ ફિરોજભાઈ લેનવાલા પોતાના ઘરે પરિવાર સાથે રહેતા હતા. શબ્બીરભાઈના પરિવારમાં તેમના પત્ની ઝૈનબેન, વિધવા માતા બાનુબેન અને સંતાનમાં બે પુત્રો પણ ઘરે હાજર હતા. સવારમા બે લુંટારૂઓ તેમના ઘરમાં પ્રવેશ્યાં હતાં.

આ દરમિયાન તેને જણાવ્યું હતું કે, તેમના પિતા મૃત્ય પામ્યાં હોવાથી તે પરિવારની મુલાકાતે આવ્યાં હતા. આ સાંભળી શબ્બીરભાઈએ તેઓને ઘરમાં બેસાડ્યાં હતાં અને ત્યારબાદ તે ઈન્કમટેક્ષના ઓફિસર હોવાનું જણાવ્યું હતું. તે દરમિયાન અન્ય બીજા બે લુંટારાઓએ મોકો જોઈને ઘરમાં ઘુસ્યા હતાં.

ત્યારબાદ બે લુંટારૂઓને શબ્બીરભાઈ તથા તેમની પત્નિએ દબોચી લીધાં હતાં અને બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો પણ ત્યાં પહોચી ગયા હતાં. ઘટનાની જાણ દાહોદ શહેર પોલીસને કરાતાં પોલીસ ટીમ તરત ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ તેને બંન્ને લુંટારૂઓની ધડપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે અન્ય બે લુટારાઓની શોધખોળ માટેની તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *