ગુજરાતમાં AAPના ચુંટણી ઉમેદવારોની ચોથી યાદી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 3 યાદીઓ જાહેર કરી છે. જેમાં 29 ઉમેદવારની જાહેરાત કરવામાં આવ્યાં છે. આજે વધુ 12 ઉમેદવારોના નામ ‘AAP’ નેતા ગોપાલ ઈટાલિયાએ જાહેર કર્યા. ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરવામાં આવી.

મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ બપોરે 3 વાગ્યે ચોથી યાદી જાહેર કરી છે. તેમાં આપના વધુ 12 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓના આંટાફેરા સતત વધી ગયા છે.

AAP દ્રારા અત્યાર સુધીમાં 29 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતાં
ત્યારે આજે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ગુજરાતની વધુ 12 બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન 2022નું બ્યુગલ ફૂંકી દીધું છે. ત્યારે ગુજરાત વિધાનસભા માટે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએના કુલ 29 ઉમેદવારો જાહેર કરી દીધા છે.

જેમાંથી પ્રથમ યાદીમાં કુલ 10 ઉમેદવારો અને બીજી યાદીમાં 9 અને ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોની યાદી જાહેર કરી કરવામાં આવી હતી. જ્યારે આજે વધુ  12 ઉમેદવારોની ચોથી યાદી AAP દ્રારા જાહેર કરવામાં આવી છે.

ચોથી યાદીમાં AAP દ્રારા જાહેર કરવામાં આવેલ 10 ઉમેદવારોના નામ

  1. હિંમતનગર વિધાનસભામાંથી એક નિવૃત્ત આચાર્ય નિર્મલસિંહ પરમારને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે
  2. ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી યુવા બિઝનેસમેન અને સમાજ સેવક દોલત પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે
  3. સાણંદ વિધાનસભામાંથી યુવા ઉદ્યોગપતિ કુલદીપસિંહ વાઘેલાને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરે છે
  4. વટવા વિધાનસભામાંથી આમ આદમી પાર્ટીના જુના કાર્યકર્તા બીપીનભાઇ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે
  5. કેશોદ વિધાનસભાથી કોળી સમાજના સામાજિક આગેવાન રામજીભાઈ ચુડાસમાને ઉમેદવાર તરીકે જાહેર કરે છે
  6. ઠાસરા વિધાનસભાથી જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂકેલ નટવરભાઈ રાઠોડને ઉમેદવાર જાહેર કરે છે
  7. શહેરા વિધાનસભામાંથી ખૂબ જ મજબૂત આગેવાન તખતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવે છે
  8. પંચમહાલ જિલ્લાની કાલોલ બેઠક પરથી કલાના શિક્ષક દિનેશ બારીયાને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે
  9. ગરબાડા વિધાનસભામાંથી એક સક્રિય કાર્યકર્તા શૈલેષભાઈ ભાંભોરને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે
  10. લિંબાયત વિધાનસભામાંથી સામાજિક, ધાર્મિક અને સેવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પંકજભાઈ તાયડેને ઉમેદવાર ઘોષિત કરે છે
  11. નવસારીની ગણદેવી સીટ પરથી આદિવાસી સમાજના યુવાન લીડર પંકજભાઈ એલ.પટેલને ઉમેદવાર જાહેર કરે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *