ચેતજો! ગુજરાતના આ શહેરમાં આવાસના નામે થઇ રહી છે લાખોની છેતરપિંડી- કોઈ આવી સ્કીમ આપે તો ભરાઈ ના જતા

Rajkot, Gujarat: રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) ના મકાન આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. આ ઘટનાના મુખ્ય…

Rajkot, Gujarat: રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) ના મકાન આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. આ ઘટનાના મુખ્ય આરોપી અમિત ભાવસિંગ ચૌહાણ નામના વ્યક્તિની ભક્તિનગર પોલીસ દ્વારાધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે રવિશંકર ગૌતમ નામના વ્યક્તિએ તેની સામે ફરિયાદ નોધવી અને ત્યારબાદ પોલીસે અમિત ચૌહાણ વિરુદ્ધ આઈપીસીની કલમ 406, 420, 465, 468, 471, 472, 474 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ફરિયાદી રવિશંકર ગૌતમ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા અને તે પોતાની માટે મકાન શોધી રહ્યા હતા. જે દરમિયાન તેમની મુલકાત અમિત ચૌહાણ નામના વ્યક્તિ સાથે થઇ હતી. અમિત ચૌહાણે તેમને વિશ્વાસમાં લઈ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના આર્થિક રીતે નબળા લોકો માટે નિર્માણ થનાર આવાસ યોજનાના મકાનો અપાવી દેશે તેવું જણાવ્યું હતું. જે પેટે રાજકોટ મહાનગરપાલિકામાં કટકે કટકે ભરવાના થતા રૂપિયા 90,000 લઈ તે રૂપિયાના બદલામાં આવાસમાં પોતાનું મકાન માટે અરજી ફોર્મ સ્વીકાર્યાનું રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટેમ્પ લગાડી ફોર્મ સ્વીકારનાર તરીકેની સહી પણ કરી આપી હતી.

ખાટો સ્ટેમ્પનો ઉપયોગ કરી તે લોકો ની સાથે છેતરપિંડી કરતો
સમગ્ર મામલે જ્યારે ફરિયાદી રવિશંકર ગૌતમ મહાનગરપાલિકાની કચેરીમાં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમની પાસે રહેલા કાગળ ખોટા છે. તેમજ પહોંચમાં લગાવવામાં આવેલો રાજકોટ મહાનગરપાલિકાનું સ્ટેમ્પ પણ ખોટો છે. જે બાબતની જાણ થતા ફરિયાદી દ્વારા રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આરોપી અમિત ભાવસિંગ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ત્યારે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનાના કામે વાપરવામાં આવેલ રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટેમ્પ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજનાના એક જ સિરીઝના ત્રણ ફોર્મ કબજે કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ચાર અરજદારો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ વધુ અરજદારો ભોગ બન્યા છે કે કેમ તેના માટે પોલીસ દ્વારા આગળથી જણાવવામાં આવશે. વધુમાં જાણવા મળ્યું છે કે, અગાઉ આરોપી અમિત ચૌહાણ ભક્તિનગર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *