આજકાલના જમાનામાં જ્યારથી ઈન્ટરનેટ આવ્યું છે ત્યારથી લોકોના કામ ઝડપી અને સમયના બચાવ સાથે જલ્દી થઇ રહ્યા છે. આજના યુગમાં ટેકનોલોજી લોકો માટે એક આશીર્વાદરૂપ બન્યું છે. વ્યાપારી ભાઈઓ માટે પણ ડીજીટલ યુગમાં હવે ભૂતકાળમાં મુશ્કેલીઓ પડતી હતી તેમજ સમય અને મેહનત વધારે થતી હતી તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આજના યુગમાં ટેકનોલોજી, ઈન્ટરનેટ અને ડીજીટલ યુગ જેટલો લોકો માટે આશીર્વાદરૂપ બન્યો છે તેટલો જ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે હાલ છેલ્લા ઘણા વર્ષોથી તમે સાંભળી રહ્યા હશો કે ઇન્ટરનેટ દ્વારા લોકો સાથે પૈસાની ચીટીંગ અને ધોકા ધડીનું પ્રમાણ મોટા પ્રમાણમાં વધ્યું છે ત્યારે લોકો હવે ડરી રહ્યા છે.
તમારી આસપાસ પણ બેન્કમાંથી પૈસા આપોઆપ કપાઈ જવા કે બેન્કમાંથી ગ્રાહક પાસેથી છળકપટ દ્વારા ઓટીપી લઈને પૈસાની ઉચાપત કરવી જેવા ઘણાં બધા ગુનાઓને અંજામ આપવામાં આવે છે અને લોકો અવાર નવાર સાયબર ફ્રોડનો ભોગ બને છે. તો હવે બીજી તરફ લોકો ધીરે ધીરે જાગૃત બનતા જાય છે.
આજના ટેકનોલોજી, ઈન્ટરનેટ અને ડીજીટલ યુગમાં પણ એવોજ એક કિસ્સો દિલ્હીના રોહિણીમાં બન્યો છે અને ત્યાં ગ્રાહક કોર્ટે આપેલા ચુકાદાને જાણીને લોકો અશાર્ચચકિત થઇ ગયા છે અને લોકોમાં ન્યાયતંત્ર પર્ત્યેનો એક ખુબજ સારો મેસેજ પણ ગયો છે તો ચાલો જણાવીએ તમને તમામ માહિતી
દિલ્હીની રોહિણી કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જે મુજબ અગર ગ્રાહકના ખાતામાંથી કોઈ દ્વારા રૂપિયાની ઉચાપત કરવામાં આવે છે એટલેકે છેતરપીંડી થાય છે તો તેની સપૂર્ણ જવાબદારી બેન્કના સત્તાધીશોની આવે છે. એક વૃદ્ધ વ્યક્તિના કેસ બાબતે ગ્રાહક કોર્ટે ચુકાદો આપતા સમયે આ વાત ટાંકીને કીધી હતી.
એક વૃદ્ધના ખાતામાંથી બનાવટી ચેક દ્વારા 77 વર્ષીય વૃદ્ધના ખાતામાંથી ભેજાબાજોએ તેમના ખાતામાંથી ધીરે ધીરે કરીને 7 લાખ રૂપિયાની ઉચાપત કરી લીધી હતી. જે બાબતે તેઓ છેલ્લા 15 વર્ષથી લડી રહ્યા હતા. જેમને આજે ગ્રાહક કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપતા વૃદ્ધ ભાવવિભોર બન્યા હતા અને તેમણે ન્યાયતંત્રને વંદન કરીને દિલથી આભાર પણ માન્યો હતો.
આજે ગ્રાહક કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું હતું કે વૃદ્ધની નિવૃત્તિ અને પેન્શન બેન્કના ખાતામાં જમા હતું ત્યારે બનાવટી ચેક દ્વારા રૂપિયાની ઉચાપત એ બેંક સ્તરે ખામીઓ હોવાનું પુરવાર કરે છે. આવી પરીસ્થિતિમાં વૃદ્ધોની રકમ ચૂકવવાની જવાબદારી બેંકની છે. કોર્ટે કહ્યું કે વૃદ્ધોની અરજી દાખલ કરવાથી લઈને રકમની ચુકવણી સુધી બેંક નવ ટકા વ્યાજ પણ ચૂકવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.