Salangpur Hariprakash Swami: મહેસાણાના વિજાપુરમાં સાંકાપુરા ખાતે વડતાલ ધામ દ્રારા સંચાલિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામીની હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે કથાના ચોથા દિવસે હરિપ્રકાશ સ્વામી અને સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારપછી હરિપ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પરથી હાજર ભક્તોને (Salangpur Hariprakash Swami) હનુમાન ચાલીસા યુવા કથાનું શ્રવણ કરાવવાનું શરૂ કર્યું હતું. જેમાં હરિપ્રકાશ સ્વામીએ અપીલ કરી હતી કે, “લોકશાહીના પર્વમાં આવનારી 7 તારીખે રાષ્ટ્રહિતમાં વોટિંગ કરવાની અપીલ કરી હતી.”
હરિપ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પરથી મત આપવાની અપીલ કરતા કહ્યું કે, “મત દેવા જજો હોં બધા.જશો ને? અલ્યા ભાઈ જશોને બધા?. મારે તો મતદાન થઈ ગયું. કારણ કે અમે સુરતથી વોટ દેવા જવાના હતા અમારે ત્યાં બીનહરીફ થઈ ગયું. વોટ દેવા જજો. મારી સાધુ તરીકે એક વિનંતી છે કે, નાત જાત, કે આ મારો ભાઈ છે, આ મારો છે અને આ પરિવારનો છે ઈ કાંઈ પણ જોયા વગર રાષ્ટ્રના હિતમાં વોટ કરજો.”
હરિપ્રકાશ સ્વામીએ વધુમાં કહ્યું છે કે, “10 વર્ષ પહેલાં આ દેશની અંદર એવી પરિસ્થિતિ હતી કે, વર્ષમાં પાંચથી દસ આતંકવાદીના ધમાકા થતા હતા. આપણાં સૈનિકોને લોકો પથ્થરથી મારતા હતા. આપણાં સૈનિકોના માથા કાપીને લઈ જતા હતા. આ 10 વર્ષમાં એવી સ્થિતિ બદલાણી કે, જે દેશમાં યુદ્ધ થાયને ત્યારે વિધર્મીના દેશમાંથી આપણાં તિરંગાની આડમાંથી દેશમાંથી બહાર નીકળવું પડે છે. જેણે મારા તિરંગાની આન, બાન અને શાન વધારી છે મારો વોટ તો તેને જ હશે. 500 વર્ષનો જે પ્રશ્ન હતો મારા પોતાની જન્મભૂમીમાં બેસી શકતા નહોતા. જેમણે મારા ઠાકોરને પોતાના ઘરમાં બેસાડ્યા તેમને મારો વોટ આપીશ.”
હરિપ્રકાશ સ્વામીએ એવું પણ કહ્યું કે, “છેલ્લાં 10 વર્ષમાં ટ્રેનમાં બ્લાસ્ટ થયા એવું સાંભળ્યું નથી. બોરિવલીમાં ટ્રેનમાં બ્લાસ્ટ થયો એમાં અમારો હરિભક્ત નરેશનું મોત થયું. આવા એક નહીં કેટલાય જુવાનના મોત થયા છે. આપણને ડીઝલ 125નું થશે એ પોસાસે પણ, ધડાકામાં ગુજરી જશું એ નહીં પોસાય.”
હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે, “દેશના સિમાડા જેણે મજબૂત કર્યા, આજે કોઈના બાપની તાકાત નથી કે, સૈનિકને પથ્થર મારી શકે.એક એવો માણસ આવ્યો જેણે દેશની સુરક્ષા મજબૂત કરી દીધી છે. હું 2006થી વિદેશ યાત્રા કરું છું. પહેલાં અમને 2-2 કલાક ઊભા રાખતા અને પૂછતા કે કેમ આવ્યો છો. આજે એમ કહે છે બહુ સારું કર્યું તમે આવ્યા. નાત-જાત ભૂલીને માત્રને માત્ર હું ભારતીય છું અને જેની આન બાન શાન જે પાર્ટી અને સમાજ વધારેને તેને જ મારે સપોર્ટ કરાય, સનાતન હિન્દુ સંસ્કૃતિનો ધ્વજ જેને લહેરાવ્યો તેને જ મારો વોટ અપાય.”
મહત્ત્વનું છે કે, સાંકાપુરા ખાતે 2જી મેથી રાતે 8થી 11 કલાક સુધી હનુમાન ચરિત્ર કથા યોજાઈ રહી છે. જેના આયોજક ધર્મેન્દ્રભાઈ તેમજ તેજેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ પરિવાર છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App